ઘરમાં પૈસા નથી ટકતાં કે લગ્નમાં વિલંબ? ઓળખો પિતૃદોષના 5 ગુપ્ત સંકેત અને કરો અચૂક ઉપાય!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pitru Dosh Remedies : જ્યોતિષમાં પિતૃ દોષને જીવનમાં આવતી કેટલીક અડચણો સાથે જોડવામાં આવે છે. માન્યતા પ્રમાણે, પિતૃ દોષ હોય તો ઘરમાં વારંવાર અશાંતિ, આર્થિક મુશ્કેલી, કામમાં અડચણ, લગ્નમાં વિલંબ અને આરોગ્ય સંબંધિત પરેશાનીઓ જોવા મળી શકે છે. પિતૃ પક્ષનો સમય આવા દોષના નિવારણ માટે ખાસ માનવામાં આવે છે.
પિતૃ દોષ શું છે?
Pitru Dosh : જ્યોતિષ શાસ્ત્ર મુજબ જન્મકુંડળીના નવમા સ્થાનમાં ચોક્કસ ગ્રહોની સ્થિતિ ને પિતૃ દોષ સાથે જોડવામાં આવે છે. માન્યતા પ્રમાણે, પૂર્વજોના અધૂરા કર્મ, યોગ્ય અંતિમ સંસ્કાર ન થવા અથવા તેમની આત્માને શાંતિ ન મળવાથી પિતૃ દોષ સર્જાઈ શકે છે. હિંદુ પરંપરામાં પિતૃ એટલે પૂર્વજ. માન્યતા પ્રમાણે, પૂર્વજો પ્રસન્ન હોય તો પરિવારને આશીર્વાદ મળે છે, જ્યારે તેમની અસંતોષની સ્થિતિ પરિવારના જીવનમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે.
પિતૃ દોષના મુખ્ય કારણો
પિતૃ દોષ અંગેની જ્યોતિષીય માન્યતા પ્રમાણે મૃત્યુ બાદ યોગ્ય વિધિ ન થવી, અકસ્માત અથવા અન્ય કારણસર અકાળ મૃત્યુ થવું, પૂર્વજોના અધૂરા કર્મ અને વંશ પરંપરા સાથે જોડાયેલી કેટલીક પરિસ્થિતિઓને તેના કારણો સાથે જોડવામાં આવે છે.
કયા સંકેતો જોવા મળે?
કમાણી હોવા છતાં વારંવાર બીમારી, અકસ્માત કે ખોટા ઇન્વેસ્ટમેન્ટને કારણે નાણાં ખર્ચાઈ જવા.
બિઝનેસમાં સતત નિષ્ફળતા અને પાર્ટનરશિપ તૂટી જવી.
જોબમાં વારંવાર મુશ્કેલી આવવી અથવા ખોટા આરોપને કારણે નોકરી ગુમાવવાનો ભય રહે.
વારંવાર ઉધાર લેવાની સ્થિતિ સર્જાવવી અને દેવું વધતું જવું.
લગ્ન માટે વાત વારંવાર નક્કી થવા છતાં છેલ્લી ઘડીએ અટકી જવી.
પ્રોપર્ટીને લઈને પરિવાર વચ્ચે વિવાદ અથવા લીગલ કેસ થવા.
પિતૃ દોષ માટે કયા ઉપાય કરી શકાય?
માન્યતા પ્રમાણે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોના નામે તર્પણ અને શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે.
દરેક અમાસે પૂર્વજોના નામે દાન કરવું અને બ્રાહ્મણને ભોજન કરાવવાની પણ પરંપરા છે. આ ઉપરાંત નારાયણ બલિ અને ત્રિપિંડી શ્રાદ્ધ જેવી વિધિઓ પણ કરવામાં આવે છે.
પિતૃ પક્ષ અથવા પૂર્વજોની પુણ્યતિથિએ બ્રાહ્મણ ભોજન કરાવવું અને ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપવી પણ પરંપરામાં મહત્વનું માનવામાં આવે છે. ગાયને નિયમિત રીતે પ્રથમ રોટલી આપવાની પણ માન્યતા છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા કારણ-પરિણામ તરીકે ન જોવું.)




