Astro

29 જૂનનું રાશિ ભવિષ્ય : વૃષભ અને મકર રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષીય ગણતરી મુજબ, મેષ રાશિના જાતકોને દેશ-વિદેશના કાર્યોમાં અનુકૂળતા રહેશે. વૃષભ રાશિના લોકોને બેંક, વીમા કે શેરબજારના કામમાં સાવચેતી રાખવી પડશે. કર્ક રાશિના જાતકોને હરીફો તરફથી અવરોધોનો સામનો કરવો પડી શકે છે, જ્યારે તુલા રાશિના લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. કુંભ રાશિના લોકોને તેમના કાર્યની પ્રશંસા મળશે અને મીન રાશિના લોકો મિત્રોના સહયોગથી વ્યસ્ત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

29 જૂનનું રાશિ ભવિષ્ય : વૃષભ અને મકર રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની

મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મિલન- મુલાકાત થાય.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સંભાળવું પડે. ઉતાવળ કરવી નહીં.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

કર્ક : આપના કામમાં હરિફ વર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ- ખરીદી થાય.

સિંહ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કન્યા : નોકરી- ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે, ખર્ચ જણાય.

તુલા : ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગ આપના કાર્યમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે, પરદેશના કામ થઈ શકે.

વૃશ્ચિક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં લાભ- ફાયદો મળી રહે. સામાજિક વ્યવહારિક કામ થઈ શકે.

ધન : માનસિક- પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા- દ્વિધા અનુભવાય.

મકર : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું.

કુંભ : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામ અંગે મિલન- મુલાકાત થઈ શકે.

મીન : દિવસના પ્રારંભથી જ આપને સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

  • અગ્નિદત્ત પદ્મનાભ