VIDEO | હોળી-ધૂળેટી 2026: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરુ, જાણો ક્યારે છે હોળી અને ચંદ્રગ્રહણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Holi 2026 and Chandra Grahan : વર્ષ 2026માં રંગોનો તહેવાર હોળી-ધૂળેટી વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળાષ્ટકથી લઈને ધૂળેટી સુધીના દિવસોમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ખાસ રહેવાની છે.
હોળાષ્ટકનો પ્રારંભ
શાસ્ત્રો મુજબ હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે, જેમાં કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ વર્ષે 24 ફેબ્રુઆરી 2026, મંગળવારથી હોળાષ્ટક શરુ થશે, જે 3 માર્ચ 2026 સુધી રહેશે.
હોળી પ્રાગટ્ય અને મુહૂર્ત (02 માર્ચ 2026)
આ વર્ષે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનું પ્રાગટ્ય 2 માર્ચ, સોમવારના રોજ થશે. પૂનમની તિથિનો પ્રારંભ સાંજે 5:55 કલાકથી થશે. જ્યારે હોળી પ્રાગટ્ય અને પૂજન માટેનું ઉત્તમ મુહૂર્ત સાંજે 6:40 થી રાત્રે 9:05 સુધીનું રહેશે.
ભદ્રા અને વિષ્ટિ કરણનો વિચાર
જ્યોતિષીય ગણતરી મુજબ, પૂનમની શરુઆત સાથે જ સાંજે 5:55થી વિષ્ટિ (ભદ્રા) પણ શરુ થાય છે. જોકે, આ અંગે આશ્વાસન આપતાં જ્યોતિષ શાસ્ત્રીઓ જણાવે છે કે, મહર્ષિ ભૃગુના મત મુજબ સોમવારની ભદ્રા કલ્યાણકારી ગણાય છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ કે મીન રાશિમાં હોય ત્યારે ભદ્રાનો વાસ પૃથ્વી પર હોય છે. આ દિવસે સવારે 7:51થી ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શાસ્ત્રો મુજબ ભદ્રાના મુખના ભાગને ત્યાગ કરી તેના પૂછ ભાગમાં અમુક કાર્યો કરી શકાય છે.
આ પણ વાંચો: Dhanshakti Rajyog: 23 ફેબ્રુઆરીએ ધનશક્તિ રાજયોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
ધૂળેટીના દિવસે ચંદ્ર ગ્રહણ
3 માર્ચ 2026, મંગળવારના રોજ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે. આ દિવસે વર્ષનું મહત્ત્વનું ચંદ્ર ગ્રહણ પણ થવાનું છે, જે ભારતમાં દેખાશે. ગ્રહણને કારણે ધાર્મિક દૃષ્ટિએ આ દિવસ વધુ સંવેદનશીલ અને મંત્ર-સાધના માટે મહત્ત્વનો બની રહેશે.




