Astro

મહેનતનું ફળ નહીં મળે, પૈસા અટવાશે...: કન્યા-મિથુન સહિત આ 5 રાશિના જાતકો માટે જુલાઈ મહિનો 'ભારે'

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
29 જૂન, 2026ના રોજ બુધ વક્રી થયા બાદ 30 જૂને અસ્ત થઈ રહ્યા છે. કર્ક રાશિમાં આ પરિવર્તનથી બુદ્ધિ, વાણી અને વેપારના કારક બુધનો પ્રભાવ નબળો પડશે. જ્યોતિષાચાર્ય અનુસાર, 30 જૂન, 2026ની રાત્રે 08:22 વાગ્યાથી 25 જુલાઈ, 2026ની સવારે 04:34 વાગ્યા સુધી બુધ અસ્ત રહેશે. આ સમયગાળા દરમિયાન મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન સહિત 5 રાશિઓ પર નકારાત્મક અસર પડી શકે છે, જે ધન, કરિયર અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેનતનું ફળ નહીં મળે, પૈસા અટવાશે...: કન્યા-મિથુન સહિત આ 5 રાશિના જાતકો માટે જુલાઈ મહિનો 'ભારે'

Budh Ast 2026 : 29 જૂન 2026ના રોજ બુધ વક્રી થઈ રહ્યા છે, અને ત્યારબાદ 30 જૂનના રોજ બુધ અસ્ત થઈ રહ્યા છે. એટલે કે જુલાઈ મહિનાની શરૂઆત બુદ્ધિ, વાણી અને વેપારના કારક ગ્રહ બુધના નબળા પ્રભાવ હેઠળ થઈ રહી છે, જે 5 રાશિઓ માટે અશુભ સંકેત આપી રહી છે. કર્ક રાશિમાં ભ્રમણ કરી રહેલા બુધ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. 29 જૂનથી બુધ ઊંધી ચાલ ચાલશે, અને પછીના દિવસે 30 જૂનથી બુધ અસ્ત થઈ રહ્યા છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે, ત્યારે તે અસ્ત થઈ જાય છે, એટલે કે તેનો પ્રભાવ ક્ષીણ (નબળો) થઈ જાય છે, અને તે અશુભ ફળ આપવા લાગે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, બુધ ગ્રહ બુદ્ધિ, વાણી અને વેપારના કારક ગ્રહ છે. આવી સ્થિતિમાં 30 જૂન 2026થી બુધનું અસ્ત થવું જ્યોતિષની દ્રષ્ટિએ 5 રાશિના જાતકોના ધન, કરિયર, માનસિક સ્થિતિ વગેરે પર નકારાત્મક અસર કરી શકે છે. દ્રિક પંચાંગ અનુસાર, બુધ 30 જૂન 2026ની રાત્રે 08:22 વાગ્યાથી અસ્ત થશે, અને 25 જુલાઈ 2026ની સવારે 04:34 વાગ્યે ઉદિત થશે. બુધના આ પરિભ્રમણથી 5 રાશિઓને અશુભ ફળ પણ મળી શકે છે.

બુધ અસ્તની 5 રાશિઓ પર નકારાત્મક અસર

  1. મિથુન રાશિ:
    મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે, અને તેમનું અસ્ત થવું આ રાશિના લોકો પર સીધી અસર કરશે. કાર્યક્ષેત્રમાં કોઈની સાથે વિવાદ થવાની આશંકા છે. કોઈ ગેરસમજ થઈ શકે છે. આ સમય દરમિયાન કોઈની સાથે ગૂંચવાશો નહીં. પોતાની વાણી પર સંયમ રાખજો અને વેપારમાં મોટું રોકાણ પણ ના કરશો. આ સમયમાં મહત્વપૂર્ણ નિર્ણયો ટાળવા જ હિતાવહ છે.

ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો.

  1. કર્ક રાશિ:
    કર્ક રાશિમાં જ બુધ ભ્રમણ કરી રહ્યા છે, અને આ જ રાશિમાં પહેલા વક્રી અને પછી અસ્ત થઈ રહ્યા છે. જેની નકારાત્મક અસર કર્ક રાશિના જાતકો પર થઈ શકે છે. તમે ગુસ્સો, બેચેની અને ચિડચીડાપણાનો શિકાર બની શકો છો. ક્યાંક પૈસા ફસાઈ શકે છે. કામનું દબાણ પણ રહેશે.

ઉપાય: યોગ અને ધ્યાનનો સહારો લો.

  1. કન્યા રાશિ:
    કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. બુધનું અસ્ત થવું કન્યા રાશિના જાતકોના કરિયર પર ખરાબ અસર કરી શકે છે. તમારા પર કામનો બોજ અચાનક વધી શકે છે. સાથે જ મહેનતનું ફળ ન મળવાથી નિરાશા થઈ શકે છે. મૂંઝવણ અને ચિડચીડાપણું રહેશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખો, ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે. ધન અટકી શકે છે.

ઉપાય: બુધવારે ગણેશજીને દૂર્વા (ધરો) અર્પણ કરો.

  1. વૃશ્ચિક રાશિ:
    વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ બુધનું અસ્ત થવું સારું કહી શકાય નહીં. ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે. કોઈની સાથે ઝઘડો થઈ શકે છે, તેથી ઓછું બોલવું હિતાવહ છે. વેપાર મિશ્ર અથવા મંદ રહી શકે છે કે, નુકસાન થઈ શકે છે. મોટા ખર્ચાઓ તમારું બજેટ બગાડી શકે છે.

ઉપાય: બુધવારે કિન્નરોને દાન આપવું શુભ રહેશે. ગરીબોને લીલા મગ અથવા લીલા કપડાં દાન કરો.

  1. મીન રાશિ:
    અસ્ત બુધ મીન રાશિના જાતકોના સંબંધો પર ખરાબ અસર કરી શકે છે. ઘરમાં કોઈની સાથે મતભેદ થઈ શકે છે, ધીરજથી કામ લો. જે લોકો ભાગીદારીમાં (પાર્ટનરશિપ) વેપાર કરે છે, તેમની વચ્ચે પણ અણબનાવ થઈ શકે છે અથવા કામમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કામમાં કોઈ બેદરકારી ન રાખો. વાંચ્યા વગર કોઈપણ કાગળની કાર્યવાહી (દસ્તાવેજો) પર સહી ન કરો.

ઉપાય: બુધવારના દિવસે ભગવાન ગણેશને દૂર્વા અને મોદક અર્પણ કરો.