Astro

2026માં શુક્ર-સૂર્ય અને ચંદ્રની મહાયુતિ 3 રાશિના જાતકોને કરાવશે 'બમ્પર લાભ'

By GS Team
1 Jan 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જ્યારે અનેક પ્રભાવશાળી ગ્રહો એક જ રાશિમાં એકત્ર થાય છે, ત્યારે તેને મહાયુતિ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ગ્રહોની શક્તિ સામાન્ય ગોચરની તુલનામાં અનેક ઘણી વધી જાય છે અને તેની રાશિઓ પર ઊંડી અસર પડે છે. તો ચાલો જાણીએ કે જાન્યુઆરી 2026માં બનનારી શુક્ર, સૂર્ય અને ચંદ્રની આ ખાસ યુતિથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

2026માં શુક્ર-સૂર્ય અને ચંદ્રની મહાયુતિ 3 રાશિના જાતકોને કરાવશે 'બમ્પર લાભ'

New Year 2026 Horoscope: જ્યોતિષીઓના મતે નવા વર્ષની શરૂઆત ઘણા નવા યોગો સાથે થવા જઈ રહી છે. દ્રિક પંચાગ પ્રમાણે 13 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 4:00 વાગ્યે શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. તેના બીજા જ દિવસે એટલે કે 14 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 4:00 વાગ્યે સૂર્યદેવ પણ મકર રાશિમાં ગોચર કરશે. 18 જાન્યુઆરી, 2026ના રોજના સાંજે 5:00 વાગ્યે ચંદ્રનું પણ મકર રાશિમાં આગમન થશે. 

જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જ્યારે અનેક પ્રભાવશાળી ગ્રહો એક જ રાશિમાં એકત્ર થાય છે, ત્યારે તેને મહાયુતિ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ગ્રહોની શક્તિ સામાન્ય ગોચરની તુલનામાં અનેક ઘણી વધી જાય છે અને તેની રાશિઓ પર ઊંડી અસર પડે છે. તો ચાલો જાણીએ કે જાન્યુઆરી 2026માં બનનારી શુક્ર, સૂર્ય અને ચંદ્રની આ ખાસ યુતિથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ મહા યુતિ ભાગ્યનો સાથ આપનારી સાબિત થઈ શકે છે. શિક્ષણ અને વિદેશ સબંધિત કામોમાં સફળતા મળી શકે છે. ધન સબંધિત નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. પરિણીત યુગલોના સંબંધો મજબૂત થશે. જે લોકો લાંબા સમયથી મોટા નિર્ણયોને ટાળી રહ્યા હતા, તેનો હવે યોગ્ય સમય આવી ગયો છે. 

મકર રાશિ

આ મહાયુતિ મકર રાશિમાં જ બની રહી છે, તેથી આ રાશિના જાતકો માટે આ સમય સૌથી વધુ મજબૂત માનવામાં આવી રહ્યો છે. કરિયરમાં પ્રગતિના અવસર મળી શકે છે. કામકાજમાં તમારી મહેનત સ્પષ્ટ નજર આવશે. બોસ અને સીનિયર અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. આર્થિક સ્થિતિ ધીમે-ધીમે સારી થશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારનો પણ સહયોગ મળશે. તમે જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. 

આ પણ વાંચો: IPLમાં બાંગ્લાદેશી ક્રિકેટરને રમાડવા સામે આક્રોશ, KKR અને શાહરુખને કથાવાચકની ચેતવણી

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય કરિયર અને સર્જનાત્મક કાર્યો માટે શુભ રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. પ્રમોશનના યોગ બની શકે છે. જે જાતકો લેખન, ડિઝાઈન, મીડિયા અથવા શિક્ષણ સાથે સંકળાયેલા છે તેમને સારું નામ મળી શકે છે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે.