Astro

Govardhan Puja 2025: ગોવર્ધન પૂજા આજે નહીં કાલે થશે, જાણો તેના શુભ મુહૂર્ત અને વિધિ

By GS Team
21 Oct 20252 mins read
This article was originally published on 21 Oct 2025
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આખો કારતક મહિનો વિવિધ શુભ તહેવારોથી ભરેલો હોય છે. જો દિવાળીના પંચમહાપર્વમાં આવનારા ત્રીજો તહેવાર ગોવર્ધન પૂજાની વાત કરીએ તો આ વર્ષે આ બુધવાર, 22 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આખરે આ વર્ષે દિવાળી પછી એક દિવસનો ગેપ કેમ છે? ગોવર્ધન પૂજા માટે સવાર અને સાંજનું શ્રેષ્ઠ મૂહુર્ત કયું છે ? ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

Govardhan Puja 2025: ગોવર્ધન પૂજા આજે નહીં કાલે થશે, જાણો તેના શુભ મુહૂર્ત અને વિધિ
Image AI

Govardhan Puja 2025 Date and shubh Muhurat: હિન્દુ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આખો કારતક મહિનો વિવિધ શુભ તહેવારોથી ભરેલો હોય છે. જો દિવાળીના પંચમહાપર્વમાં આવનારા ત્રીજો તહેવાર ગોવર્ધન પૂજાની વાત કરીએ તો આ વર્ષે આ બુધવાર, 22 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આખરે આ વર્ષે દિવાળી પછી એક દિવસનો ગેપ કેમ છે? ગોવર્ધન પૂજા માટે સવાર અને સાંજનું શ્રેષ્ઠ મૂહુર્ત કયું છે ? ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 ઓક્ટોબર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

ગોવર્ધન પૂજા ક્યારે થશે?

પંચાંગ પ્રમાણે કારતક મહિનાના શુક્લપક્ષની શુક્લ પક્ષની પ્રતિપદાની તિથિના દિવસે પૂજા કરવામાં આવે છે, તે આ વર્ષે મંગળવાર, 21 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 5:54 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બુધવાર, 22 ઓક્ટોબર, 2025 ના રોજ રાત્રે 8:16 વાગ્યે ચાલુ રહેશે. તેથી, ઉદય તિથિ પ્રમાણે ગોવર્ધન પૂજાનો પવિત્ર ઉત્સવ 22 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે.

ગોવર્ધન પૂજા માટેનું શુભ મૂહુર્ત 

આ દિવસે, ગોવર્ધન મહારાજની સવારની પૂજાનો સમય સવારે 6:26 થી 8:42 વાગ્યા સુધી રહેશે. ગોવર્ધન મહારાજના ભક્તો પાસે પૂજા માટે સંપૂર્ણ 2 કલાક અને 16 મિનિટનો સમય રહેશે. જો તમે સાંજે ગોવર્ધન મહારાજની પૂજા કરવા માંગતા હો, તો તેના માટે શુભ સમય બપોરે 3:29 થી 5:44 વાગ્યા સુધીનો રહેશે. આ સમય દરમિયાન તમારી પાસે ગોવર્ધન પૂજા માટે સંપૂર્ણ 2 કલાક અને 17 મિનિટનો સમય પણ રહેશે.

ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્ત્વ

સનાતન પરંપરામાં કારતક મહિનાના શુક્લ પક્ષમાં ઉજવાતા તહેવારને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના અવતાર ગણાતા ગોવર્ધન મહારાજની વિધિ- વિધાન મુજબ પૂજા કરવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે પ્રકૃતિની પૂજા સાથે સંકળાયેલ છે.

આ પણ વાંચો: હાર્ટ એટેકનું જોખમ 80% સુધી ઘટી જશે! નિષ્ણાતે જણાવી 5 સરળ ટિપ્સ

એવી માન્યતા છે કે, આ દિવસે પૂર્ણ અવતાર ગણાતા ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠિકા આંગળી પર ઉપાડ્યો હતો અને દેવતાઓના રાજા ઇન્દ્રના અભિમાન તોડ્યુ હતું. ત્યારથી, આ દિવસને ગોવર્ધન પૂજા તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસે ગોવર્ધનની પૂજા સાથે તેની પરિક્રમા કરવાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે.