Astro

ગણેશ વિસર્જન કાલે કે પરમ દિવસે? જાણો શુભ મુહૂર્ત અને અંતિમ ઉત્તરપૂજા વિધિ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ગણેશ વિસર્જન 2026 અનંત ચતુર્દશીએ 25 સપ્ટેમ્બરે ઉજવાશે. આ પવિત્ર પરંપરામાં, ભક્તો શ્રી ગણેશની મૂર્તિને ઘરમાં કે પંડાલોમાં સ્થાપિત કરી પૂજા બાદ નદી, તળાવ કે કુંડમાં વિસર્જિત કરે છે. 24 સપ્ટેમ્બરે રાત્રે 11:18 વાગ્યે ચતુર્દશી તિથિ શરૂ થશે. શુભ મુહૂર્ત સવારે 6:11થી 10:42 સુધી છે. વિસર્જન પહેલાં ઉત્તરપૂજા, ક્ષમા યાચના અને જયઘોષ સાથે બાપ્પાને વિદાય અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ વિસર્જન કાલે કે પરમ દિવસે? જાણો શુભ મુહૂર્ત અને અંતિમ ઉત્તરપૂજા વિધિ

Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન હિન્દુ ધર્મની એક અત્યંત પવિત્ર પરંપરા છે. ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે ભગવાન શ્રી ગણેશની મૂર્તિને ઘરમાં અથવા સાર્વજનિક પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે થોડા દિવસો સુધી તેમની પૂરી વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ, નક્કી કરેલી તિથિએ(જેમ કે દોઢ દિવસ, 3, 5, 7, 10 અથવા 11મા દિવસે એટલે કે અનંત ચતુર્દશી પર) બાપ્પાની મૂર્તિને જળ(નદી, તળાવ, દરિયો અથવા કુંડ)માં વિસર્જિત કરી દેવામાં આવે છે. આ જ પ્રક્રિયાને ગણેશ વિસર્જન કહેવામાં આવે છે.

ગણેશ વિસર્જન 2026 તિથિ

દ્રિક પંચાંગ અનુસાર, ગણેશ વિસર્જનની ચતુર્દશી તિથિ 24 સપ્ટેમ્બર એટલે કે કાલે રાત્રે 11 વાગ્યે ને 18 મિનિટે શરૂ થશે અને તિથિનું સમાપન 25 સપ્ટેમ્બરે રાત્રે 11 વાગ્યે અને 6 મિનિટે થશે.

ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત

  • પ્રાતઃ મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - સવારે 6 વાગ્યે અને 11 મિનિટથી લઈને 10 વાગ્યે અને 42 મિનિટ સુધી
  • અપરાહ્ન મુહૂર્ત (ચલ) - સાંજે 4 વાગ્યે અને 44 મિનિટથી 6 વાગ્યે અને 14 મિનિટ સુધી
  • અપરાહ્ન મુહૂર્ત (શુભ) - બપોરે 12 વાગ્યે અને 13 મિનિટથી લઈને 1 વાગ્યે અને 43 મિનિટ સુધી
  • રાત્રિ મુહૂર્ત (લાભ) - રાત્રે 9 વાગ્યે અને 14 મિનિટથી લઈને 10 વાગ્યે અને 43 મિનિટ સુધી
  • રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ)- રાત્રે 12:13થી સવારે 04:42 સુધી, સપ્ટેમ્બર 26

વિસર્જન પૂર્વેની અંતિમ ઉત્તરપૂજા વિધિ

વિસર્જન પહેલાં પૂજાના સ્થાન પર બાપ્પાની અંતિમ પૂજા (ઉત્તરપૂજા) કરવામાં આવે છે. ગણેશજીને રોલી-ચંદનનું તિલક લગાવો, 21 દર્ભ (દૂર્વા) અને લાલ ફૂલ અર્પણ કરો. ત્યારબાદ મોદક અથવા લાડુનો ભોગ ધરાવીને આખા પરિવાર સાથે આરતી કરો.

પોટલી બાંધી ક્ષમા યાચના કરવી

એક લાલ કાપડમાં થોડા અક્ષત, દર્ભ, સિક્કા અને મોદક બાંધીને બાપ્પાની પ્રતિમા પાસે રાખો. ત્યારબાદ હાથ જોડીને પૂજામાં થયેલી કોઈપણ ભૂલ-ચૂક માટે ક્ષમા માંગો અને આગામી વર્ષે ફરીથી જલ્દી આવવાની પ્રાર્થના કરો.

પ્રતિમાનું પ્રસ્થાન અને જયઘોષ

ક્ષમા યાચના પછી જયકારા સાથે પ્રતિમાને બાજોઠ સહિત 2 ઇંચ આગળ ખસેડી દો, જે વિસર્જનની પરવાનગીનું પ્રતીક છે. ત્યારબાદ બાપ્પાને લાકડાના બાજોઠ પર બિરાજમાન કરી ગુલાલ ઉડાડતા અને ગણપતિ બાપ્પા મોરયા'ના જયકારા લગાવતા પ્રસ્થાન કરો.

વિધિવત જળ વિસર્જન અને પ્રસાદ વિતરણ

વિસર્જન સ્થળ પર અથવા ઘરે જ પાણીથી ભરેલા ટબમાં બાપ્પાની માટીની પ્રતિમાને આદરપૂર્વક ધીમે-ધીમે જળમાં વિસર્જિત કરો. વિસર્જન સંપન્ન થયા પછી ઘરે પાછા ફરીને પૂજા સ્થાનને પ્રણામ કરો અને બાપ્પાનો પ્રસાદ વહેંચો.