Astro

હવે કપરાં દિવસો ભૂલી જજો! શનિની સીધી ચાલથી 3 રાશિઓને મળશે મોટી રાહત

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 ડિસેમ્બર, 2026ના રોજ શનિદેવ મીન રાશિમાં માર્ગી થશે, જેનાથી 3 રાશિઓને વિશેષ લાભ મળશે. ન્યાયના દેવતા શનિની સીધી ચાલ મેષ, કુંભ અને મીન રાશિના જાતકો માટે સુવર્ણ તકો લઈને આવશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે, આર્થિક સ્થિતિ સુધરશે અને કાર્યક્ષેત્રે પ્રગતિના દ્વાર ખુલશે. આ પરિવર્તનથી જીવનની મુશ્કેલીઓ હળવી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે કપરાં દિવસો ભૂલી જજો! શનિની સીધી ચાલથી 3 રાશિઓને મળશે મોટી રાહત
AI IMAGE

Shani Margi December 2026 Astrology : જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. માન્યતા અનુસાર, શનિ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જ્યારે પણ શનિની ચાલમાં પરિવર્તન આવે છે, ત્યારે તેની સીધી અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. આગામી ડિસેમ્બર મહિનામાં શનિદેવ પોતાની વક્રી (ઊલટી) ચાલ પૂર્ણ કરીને માર્ગી (સીધી) ચાલ ચાલવા જઈ રહ્યા છે. શનિના આ પરિવર્તનથી લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલી ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે નવી આશાઓ અને સુવર્ણ તકોના દ્વાર ખૂલશે. ત્યારે ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કોણ છે.

ક્યારે માર્ગી થશે શનિદેવ?

પંચાંગ મુજબ, શનિદેવ આગામી 11 ડિસેમ્બર, 2026ના રોજ મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિની આ સ્થિતિને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે, શનિ સીધી ચાલ ચાલવાનું શરૂ કરે ત્યારે લાંબા સમયથી અટવાયેલાં કામોમાં ગતિ આવે છે અને જીવનની સમસ્યાઓમાં ઘટાડો થાય છે.

આ પરિવર્તનથી 3 ભાગ્યશાળી રાશિઓને વિશેષ લાભ થશે

મેષ રાશિ: આ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ મોટી રાહત લઈને આવશે. છેલ્લા કેટલાક સમયથી આ રાશિના લોકોને કામકાજ અને આર્થિક બાબતોમાં જે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો હતો, તેમાં હવે ધીમે-ધીમે સુધારો જોવા મળશે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રે પ્રગતિની નવી તકો મળશે, તેમજ લાંબા સમયથી નોકરી બદલવા માગતા લોકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સમજી-વિચારીને લીધેલા નિર્ણયો ફાયદાકારક નીવડશે. પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર થવાથી સંબંધોમાં મધુરતા આવશે.

કુંભ રાશિ: આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું અનેક મોરચે લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન વ્યવસાય અને નોકરીમાં આવતા અવરોધો દૂર થશે. નોકરિયાત લોકોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે, જ્યારે નવો વેપાર-ધંધો શરૂ કરવાનું આયોજન કરી રહેલા લોકોને આગળ વધવાની તક મળશે. આર્થિક મુશ્કેલી ઓછી થશે અને જૂના રોકાણમાંથી લાભ થવાના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં સુમેળ વધશે, માનસિક તણાવ ઘટશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

મીન રાશિ: આ રાશિના જાતકો માટે પણ શનિની સીધી ચાલ રાહતરૂપ બની રહેશે. હાલ આ રાશિ પર શનિની સાડાસાતીનો મધ્યમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે શનિના માર્ગી થવાથી જીવનની મુશ્કેલીઓ હળવી થશે. કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ મળી શકે છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળશે. નોકરી અને વેપાર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ બનશે. આર્થિક સ્થિતિ સુધરવાની સાથે લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે અને અંગત સંબંધોમાં પણ સુધારો આવશે.