Astro
ઑફિસ ડેસ્ક પર ભૂલથી પણ ન રાખતા આ 5 વસ્તુઓ: વાસ્તુદોષથી અટકી શકે છે પ્રમોશન અને પ્રગતિ!
By GS Team
20 Aug 20262 mins read
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઓફિસ ડેસ્ક પરની કેટલીક વસ્તુઓ તમારી પ્રગતિ અટકાવી શકે છે. બંધ ઘડિયાળ, સુકાયેલા છોડ, તૂટેલા કપ-ગ્લાસ, જૂના બિલ, ફાટેલા કાગળો અને તૂટેલી સ્ટેશનરી નકારાત્મક ઊર્જા લાવે છે. આ વસ્તુઓ કાર્યક્ષમતા ઘટાડી, સફળતામાં અવરોધ ઊભો કરી શકે છે. તેથી, ઓફિસ ડેસ્ક પરથી આવી નકારાત્મક વસ્તુઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ.
Summarized by AI; it may make mistakes. Check important info

Office Desk Vastu Tips Gujarati : ઘણીવાર સખત મહેનત કરવા છતાં પણ આપણને સફળતા મળતી નથી અને તેનું ચોક્કસ કારણ સમજાતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેનું એક મુખ્ય કારણ તમારી ઓફિસની વર્ક ડેસ્ક પણ હોઈ શકે છે. જે જગ્યા પર તમે દિવસના કલાકો વિતાવો છો, ત્યાંની ઊર્જા અને વાતાવરણ સકારાત્મક હોવું અત્યંત જરૂરી છે. જો તમારી ઓફિસ ટેબલ પર કેટલીક નકારાત્મક વસ્તુઓ પડી હશે, તો તે તમારી પ્રગતિ અટકાવી શકે છે.
- બંધ પડેલી ઘડિયાળ
ઓફિસ ડેસ્ક પર ભૂલથી પણ બંધ પડેલી ઘડિયાળ રાખવી જોઈએ નહીં. બંધ ઘડિયાળ તમારા જીવનમાં અને કરિયરમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તે પ્રગતિને અટકાવે છે અને વર્તમાન નોકરી કે વ્યવસાયમાં પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે. - સૂકા કે કરમાયેલા છોડ
જો તમે ઓફિસ ટેબલ પર નાના છોડ રાખતા હોવ તો તેની યોગ્ય સંભાળ લેવી જરૂરી છે. જો છોડ સૂકાઈ જાય કે કરમાઈ જાય તો તેને તરત જ હટાવી દેવા જોઈએ. સૂકા છોડ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે અને તમારી પ્રગતિમાં બાધક બને છે. - તૂટેલો કપ કે ગ્લાસ
ઓફિસની ડેસ્ક પર ક્યારેય તૂટેલો કપ કે ગ્લાસ ન રાખવો જોઈએ. આવી વસ્તુઓ નકારાત્મકતા લાવે છે, જેના કારણે કામમાં મન લાગતું નથી અને કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે. - જૂના બિલ અને ફાટેલા કાગળો
ઘણીવાર આપણે ડેસ્ક પર જૂના બિલ, ફાટેલા કાગળો, ખાલી બોટલો કે નકામી સ્ટેશનરી ભેગી કરી રાખીએ છીએ. નકામો કચરો કે બિનઉપયોગી કાગળો નેગેટિવ એનર્જી વધારે છે, તેથી તેને તરત જ સાફ કરી દેવા જોઈએ. - તૂટેલી સ્ટેશનરી કે અન્ય સામાન
વાસ્તુશાસ્ત્ર મુજબ, ટેબલ પર તૂટેલી પેન, ખરાબ કે તૂટેલા ચાર્જર જેવો સામાન રાખવાથી ખરાબ ઊર્જાનો વાસ થાય છે. જો તમારી ઓફિસ ડેસ્ક પર આવો સામાન પડ્યો હોય, તો તેને તરત જ હટાવી દેવો જ હિતાવહ છે.