Astro

રાશિ ભવિષ્ય 06 ઓક્ટોબર: 3 રાશિઓને મળશે પ્રમોશન અને સપોર્ટ, પણ આ 2 રાશિઓએ રહેવું સાવધાન!

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ જણાવે છે કે મેષ રાશિના જાતકોને ઘર-પરિવારની ચિંતા રહેશે, જ્યારે વૃષભ રાશિને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. મિથુનને બેંક અને શેરબજારના કામમાં અનુકૂળતા રહેશે. કર્ક રાશિના અટકેલા કામ પૂરા થશે, જ્યારે સિંહ રાશિને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે. ધન રાશિને સ્વાસ્થ્યની સમસ્યા સતાવશે, જ્યારે મીન રાશિના જાતકો બુદ્ધિ અને મહેનતથી સફળતા પ્રાપ્ત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાશિ ભવિષ્ય 06 ઓક્ટોબર: 3 રાશિઓને મળશે પ્રમોશન અને સપોર્ટ, પણ આ 2 રાશિઓએ રહેવું સાવધાન!

Today Horoscope 06 October 2026: Daily Rashifal Predictions for All Zodiac Signs |

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય, આનંદ રહે.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. મુલાકાત થાય.
સિંહ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય, કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ રહે.
કન્યા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામ અંગે મુલાકાત થાય. ધર્મકાર્ય થઈ શકે.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામકાજના લીધે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મુલાકાતમાં સરળતા રહે.
ધન : દિવસની શરૂઆતથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મકર : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.
કુંભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.
મીન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.

  • અગ્નિદત્ત પદમનાભ