Astro

મકર સંક્રાંતિ: મકર રાશિમાં એકસાથે 4 ગ્રહોનો યોગ! કન્યા-ધન સહિત 3 રાશિના જાતકોની 'બલ્લે-બલ્લે'

By GS Team
13 Jan 20262 mins read
TukuTouch Logo
14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન સૂર્યની ઉપાસના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે સ્નાન-દાન પણ કરવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ પર્વની આસપાસ ચતુર્ગ્રહી રાજયોગ બની રહ્યો છે. વાસ્તવમાં મકર રાશિનાં શુક્ર, સૂર્ય, બુધ અને મંગળ એકસાથે બિરાજમાન થશે, જેનાથી ચારેય ગ્રહોની યુતિ બનશે. આ વિશેષ યુતિથી ચતુર્ગ્રહી યોગ પણ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકર સંક્રાંતિ: મકર રાશિમાં એકસાથે 4 ગ્રહોનો યોગ! કન્યા-ધન સહિત 3 રાશિના જાતકોની 'બલ્લે-બલ્લે'

Chaturgrahi Rajyog 2026: 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન સૂર્યની ઉપાસના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે સ્નાન-દાન પણ કરવામાં આવે છે. આ વખતે મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ પર્વની આસપાસ ચતુર્ગ્રહી રાજયોગ બની રહ્યો છે. વાસ્તવમાં મકર રાશિનાં શુક્ર, સૂર્ય, બુધ અને મંગળ એકસાથે બિરાજમાન થશે, જેનાથી ચારેય ગ્રહોની યુતિ બનશે. આ વિશેષ યુતિથી ચતુર્ગ્રહી યોગ પણ બનશે. 

દ્રિક પંચાંગ પ્રમાણે 13 જાન્યુઆરીના રોજ શુક્ર  મકર રાશિમાં પ્રવેશ કરશે, 14 જાન્યુઆરીના રોજ સૂર્ય પણ મકર રાશિમાં પ્રવેશ કરશે, 16 જાન્યુઆરીના રોજ મંગળ અને 17 જાન્યુઆરીના રોજ બુધ ગ્રહ પણ મકર રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે મકર સંક્રાંતિ પછી બનવા જઈ રહેલા ચતુર્ગ્રહી રાજયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ ચતુર્ગ્રહી રાજયોગ કરિયરમાં મોટો બ્રેક અપાવી શકે છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા ઈચ્છિત પોસ્ટિંગ મળવાના યોગ છે. બિઝનેસ સાથે સબંધિત લોકોને સરકારી કામ અથવા મોટા ઓર્ડરથી લાભ થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને તમને તમારા પિતા અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી સહયોગ મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ યોગ ભાગ્યને મજબૂત બનાવનારો રહેશે. શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કોર્ટ કેસ સંબંધિત મામલે સફળતા મળી શકે છે. અટકેલા કામ અચાનક થવા લાગશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને લાંબા અંતરની મુસાફરીના પણ યોગ છે. આ યોગથી આર્થિક લાભ અને પારિવારિક સુખ મળશે.

ધન રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો આવક અને કામ બંને દ્રષ્ટિએ શુભ રહેશે. નોકરીમાં સ્થિરતા આવશે અને સહકર્મચારીઓનો સહયોગ મળશે. વ્યવસાયમાં વિસ્તરણનો સંકેત છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને રોજિંદા જીવન વધુ શિસ્તબદ્ધ અને સંતુલિત બનશે. જૂના રોકાણો નફાકારક બનવાના સંકેત છે.