Astro

કઈ ઉંમરે ચમકશે તમારું નસીબ? અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 મૂળાંક ધરાવતા લોકોના કરિયરની સચોટ આગાહી

By GS Team
12 Sep 20263 mins read
TukuTouch Logo
અંક જ્યોતિષ મુજબ, જન્મતારીખ વ્યક્તિના સ્વભાવ અને જીવનની દિશા નક્કી કરે છે. 1 થી 9 સુધીના મૂળાંક ધરાવતા લોકો માટે કરિયરમાં સફળતાનો સમય અલગ-અલગ હોય છે. 22 થી 28 વર્ષની ઉંમરે મૂળાંક 1 ને પ્રગતિ મળે છે, જ્યારે મૂળાંક 8 ને 35-36 વર્ષ પછી સફળતા મળતી હોવાનું મનાય છે. આ માહિતી કરિયરના નિર્ણયોમાં મદદરૂપ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કઈ ઉંમરે ચમકશે તમારું નસીબ? અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 મૂળાંક ધરાવતા લોકોના કરિયરની સચોટ આગાહી

Numerology: અંક જ્યોતિષ (ન્યૂમેરોલોજી) પ્રમાણે જન્મતારીખ માત્ર વ્યક્તિના સ્વભાવ અને વિચારસરણીને જ પ્રભાવિત નથી કરતી, પરંતુ તે તેના જીવનની સમગ્ર દિશા પણ નક્કી કરે છે. જન્મની તારીખ પરથી 1 થી 9 સુધીનો મૂળાંક કાઢવામાં આવે છે અને દરેક મૂળાંકનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે. એવી માન્યતા છે કે દરેક મૂળાંક માટે કરિયરમાં પ્રગતિ અને સફળતા મેળવવાનો એક ખાસ સમય હોય છે.

કોઈને નાની ઉંમરે જ સફળતા મળી જાય છે, તો કોઈને થોડી રાહ જોવી પડે છે. જો તમે પણ એ જાણવા માગો છો કે તમારા કરિયરમાં પ્રમોશન, નવી નોકરી કે મોટી સફળતાનો યોગ ક્યારે બનશે, તો તમારે તમારા મૂળાંક વિશે જાણવું જરૂરી છે. નીચે 1 થી 9 સુધીના તમામ મૂળાંકો માટે કરિયરમાં સફળતાના અનુકૂળ સમય વિશે જણાવવામાં આવ્યું છે.

મૂળાંક 1

જે લોકોનો જન્મ 1, 10, 19 કે 28 તારીખે થયો છે, તેમનો મૂળાંક 1 માનવામાં આવે છે. અંક જ્યોતિષમાં તેને નેતૃત્વ અને આત્મવિશ્વાસ સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 22થી 28 વર્ષની ઉંમર વચ્ચે તેમને કરિયરમાં સારા અવસર મળી શકે છે. નોકરીમાં પદ, ઓળખ કે જવાબદારી વધવાની સંભાવના પણ હોય છે. જોકે, કેટલીકવાર આ લોકોને 40ની ઉંમર પછી કરિયરમાં પ્રગતિ મળે છે.

મૂળાંક 2

2, 11, 20 કે 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. તેમને શાંત, સંવેદનશીલ અને સમજદાર માનવામાં આવે છે. અંક જ્યોતિષ પ્રમાણે 24થી 30 વર્ષની ઉંમર વચ્ચે કરિયરમાં સ્થિરતા અને આર્થિક મજબૂતી આવવાનો સમય હોઈ શકે છે. જોકે, તેમણે કરિયરમાં એક મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, પરંતુ આ લોકો મહેનત કરવાથી ક્યારેય ગભરાતા નથી.

મૂળાંક 3

3, 12, 21 કે 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. તેને જ્ઞાન અને માર્ગદર્શન સાથે જોડવામાં આવે છે. આ લોકો માટે 27 થી 33 વર્ષની ઉંમરમાં કરિયરમાં ઝડપથી આગળ વધવાની અને પોતાની ઓળખ બનાવવાની સંભાવના હોય છે. મૂળાંક 3 વાળા લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ ક્યારેય હાર નથી માનતા. મોડેથી પણ તેમને પ્રગતિ ચોક્કસપણે મળે છે. કેટલીકવાર 40ની ઉંમર પછી તેમના કરિયરનો ગ્રાફ ઉપરની તરફ વધે છે.

મૂળાંક 4

4, 13, 22 કે 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 માનવામાં આવે છે. તેમના જીવનમાં શરૂઆતમાં સંઘર્ષની સ્થિતિ રહે છે. અંક જ્યોતિષ પ્રમાણે 34 થી 42 વર્ષની ઉંમર વચ્ચે તેમને સ્થાયી સફળતા અને કરિયરમાં મજબૂતી મળવાની સંભાવનાઓ હોય છે.

મૂળાંક 5

5, 14 કે 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. તેમને તીવ્ર બુદ્ધિ, વાતચીત અને નવી પરિસ્થિતિઓ પ્રમાણે ઢળવાની ક્ષમતા સાથે જોડવામાં આવે છે. 25 થી 32 વર્ષની ઉંમર વચ્ચે તેમને નોકરી, બિઝનેસ કે નવા કામમાં સારા અવસર મળવા લાગે છે.

મૂળાંક 6

6, 15 કે 24 તારીખે જન્મેલા જાતકોનો મૂળાંક 6 માનવામાં આવે છે. આ અંક કલા, સુંદરતા, સર્જનાત્મકતા અને સુખ-સુવિધાઓ સાથે જોડાયેલો માનવામાં આવે છે. 28 થી 35 વર્ષની ઉંમર વચ્ચે કરિયર અને આર્થિક સ્થિતિમાં સારી પ્રગતિની સંભાવના હોય છે.

મૂળાંક 7

7, 16 કે 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. આવા લોકોને સર્જનાત્મક અને ઊંડાણપૂર્વક વિચારનારા માનવામાં આવે છે. અંક જ્યોતિષ પ્રમાણે 30 થી 38 વર્ષ વચ્ચે કરિયરમાં મોટો ફેરફાર કે સફળતાનો તબક્કો શરૂ થઈ શકે છે. આવા લોકો ઓછું બોલે છે અને તક મળતા જ તેને ઝડપી લે છે.

મૂળાંક 8

8, 17 કે 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 માનવામાં આવે છે. તેને શનિ સાથે સંબંધિત અંક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ લોકોને સફળતા થોડી મોડી મળે છે, પરંતુ તેમની સિદ્ધિઓ લાંબા સમય સુધી ટકેલી રહી શકે છે. 35-36 વર્ષની ઉંમર પછી તેમના કરિયરમાં હકારાત્મક ફેરફારો થઈ શકે છે.

મૂળાંક 9

9, 18 કે 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. તેને સાહસ અને ઊર્જા સાથે જોડીને જોવામાં આવે છે. 28 થી 34 વર્ષની ઉંમરમાં તેમને કરિયરમાં મોટી સિદ્ધિઓ મળે છે. આ લોકો ખાસ કરીને એવા ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી શકે છે, જ્યાં નેતૃત્વ અને સાહસની જરૂર હોય છે.