Get The App

અક્ષય તૃતીયા 2026: અખાત્રીજ પર ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ વસ્તુઓ, આર્થિક નુકસાન થતું હોવાની છે માન્યતા

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
અક્ષય તૃતીયા 2026: અખાત્રીજ પર ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ વસ્તુઓ, આર્થિક નુકસાન થતું હોવાની છે માન્યતા 1 - image

Akshay Tritiya 2026: અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી આ દિવસે સોના-ચાંદીથી લઈને પ્રોપર્ટી સુધી ઘણી બધી ખરીદી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જે પણ શુભ કામ કરવામાં આવે છે, તેનું ફળ લાંબા સમય સુધી મળે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલી ક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ખરીદવાનું ટાળવું જોઈએ?

ક્યારથી ક્યાં સુધી છે તિથિ?

વર્ષ 2026માં અક્ષય તૃતીયા 19 એપ્રિલે સવારે 10:50 વાગ્યે શરૂ થઈને 20 એપ્રિલે સવારે 7:28 વાગ્યા સુધી રહેશે. આ સમગ્ર સમયગાળાને શુભ માનવામાં આવે છે, તેથી લોકો વધુ વિચાર કર્યા વિના નવા કામ શરૂ કરી દે છે. આ અક્ષય તૃતીયા પર એક સાથે અનેક શુભ યોગો બની રહ્યા છે, જે તેને વધુ ખાસ બનાવી રહ્યા છે. આ દિવસે રોહિણી નક્ષત્ર રહેશે, જે સુખ-સમૃદ્ધિ સાથે સંકળાયેલ માનવામાં આવે છે. આ સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ગજ કેસરી યોગ પણ બનશે. આ તમામ યોગો મળીને આ દિવસની શુભતામાં વધારો કરી દે છે. પરંતુ શુભ યોગો હોવા છતાં કેટલીક વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક અસર પડી શકે છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

અખાત્રીજ પર ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ વસ્તુઓ

અક્ષય તૃતીયા પર એલ્યુમિનિયમ, સ્ટીલ અને પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. આ દિવસ સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી વ્યક્તિએ હલકી અથવા ઓછી કિંમતની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.

કાળા રંગની વસ્તુ ન ખરીદવી

આ દિવસે કાળા રંગને અશુભ માનવામાં આવે છે, તેથી કાળા કપડાં કે અન્ય કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળવું શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ: રોહિત શર્માનો ‘મહારેકોર્ડ’ તોડ્યો, બની ભારતની સૌથી સફળ T20I બેટર

ધારદાર વસ્તુ ન ખરીદવી

આ દિવસે છરી, કાતર કે કોઈપણ ધારદાર વસ્તુ ખરીદવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં તણાવ વધી શકે છે.

પૈસાની લેવડ-દેવડ સમજી વિચારીને કરો

આ દિવસે પૈસા ઉધાર આપવા કે વિચાર્યા વગર ખર્ચ કરવા પણ સારું માનવામાં નથી આવતું. પૈસા સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવાનો પ્રયાસ કરો.