30 વર્ષ બાદ શનિદેવ મીન રાશિમાં કરશે માર્ગી, 4 રાશિના જાતકોને મળશે ધાર્યા પરિણામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shani Margi 2026: શનિદેવ 11 ડિસેમ્બરે માર્ગી થવા જઈ રહ્યા છે. એટલે કે આ દિવસે શનિની સીધી ચાલ શરૂ થઈ જશે. શનિદેવ પૂરા 30 વર્ષ પછી મીન રાશિમાં માર્ગી ચાલ ચાલશે, ત્યારબાદ શનિ 3 જૂન 2027 સુધી સીધી ચાલ જ ચાલશે. આ ફેરફારની અસર કેટલીક રાશિઓના કરિયર, વેપાર, આવક અને આર્થિક બાબતોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિ માટે આને શુભ બતાવવામાં આવી રહ્યું છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું લાભદાયી બતાવવામાં આવી રહ્યું છે. મીન રાશિમાં શનિ તમારી રાશિથી 11મા ભાવમાં માર્ગી થશે. આ ભાવ આવક, લાભ અને ઈચ્છાઓની પૂર્તિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. શનિની સીધી ચાલ પછી કમાણીના નવા સ્ત્રોત બનવાના સંકેત છે. વેપાર કરનારાઓને વિસ્તાર કરવાની તક મળી શકે છે. નોકરીયાત લોકોની જવાબદારીઓ વધી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ પહેલાની સરખામણીએ સુધારો થવાની સંભાવના છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે પણ શનિનું માર્ગી થવું સકારાત્મક રહી શકે છે. મીન રાશિમાં શનિ તમારા 10મા ભાવમાં માર્ગી થશે. આ ભાવ કરિયર અને વેપાર સાથે સંબંધિત માનવામાં આવે છે. 11 ડિસેમ્બર પછી નોકરી કે વ્યવસાયમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. જે લોકો કરિયર બદલવાની યોજના બનાવી રહ્યા છે, તેમને સફળતા મળવાના સંકેત છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ આર્થિક અને કરિયરના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ હોઈ શકે છે. મીન રાશિમાં શનિ તમારા છઠ્ઠા ભાવને પ્રભાવિત કરશે. જ્યોતિષમાં છઠ્ઠા ભાવનો સંબંધ નોકરી, દેવું, શત્રુ અને સ્પર્ધા સાથે માનવામાં આવે છે. આ સમયગાળામાં આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. પરિસ્થિતિઓ અનુસાર આગળ વધવાની તકો પણ મળી શકે છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી સ્વયં શનિદેવ માનવામાં આવે છે. તેથી શનિની ચાલમાં ફેરફારને આ રાશિ માટે ખાસ માનવામાં આવે છે. મીન રાશિમાં શનિ તમારા ત્રીજા ભાવમાં માર્ગી થશે. આનાથી સાહસ, પરાક્રમ, સંચાર અને કાર્યક્ષેત્રમાં મજબૂતી આવવાના સંકેત છે. નોકરીયાત લોકોને મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવી અને સારી ડીલ મળવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.




