Astro

આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો માટે કોર્ટ-કચેરીમાં મુશ્કેલી વધશે, જુઓ તમારી રાશિ શું કહે છે!

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે આજનું ભવિષ્ય ભાખ્યું છે. મેષ રાશિના જાતકોને સંસ્થાકીય કામમાં દોડધામ અને રાજકીય મુલાકાતનો યોગ છે. વૃષભ રાશિના લોકોએ સીઝનલ ધંધામાં સાવચેતી રાખવી અને વાહન ધીમે ચલાવવું. કર્ક રાશિના જાતકોને હૃદય-મનને શાંતિ નહીં મળે. વૃશ્ચિક રાશિના લોકોને કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી વધશે અને આકસ્મિક ખર્ચ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો માટે કોર્ટ-કચેરીમાં મુશ્કેલી વધશે, જુઓ તમારી રાશિ શું કહે છે!

આજનું ભવિષ્ય
મેષ : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં દોડધામ શ્રમ રહે. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થઇ શકે. અન્યનો સાથ રહે.
વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાહન ધીરે ચલાવવું.
મિથુન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.
સિંહ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઇ શકે.
કન્યા : બેંકના વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સરળતા મળી રહે. કામનો ઉકેલ આવે. સીઝનલ ધંધામાં આવક જણાય.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય સરકારી કામકાજ અંગે સાનુકુળતા રહે. આનંદ રહે.
વૃશ્ચિક : કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. ધાર્યા મુજબ કામ થઇ શકે નહીં. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
ધન : આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. ધર્મકાર્ય શુભકાર્ય પરદેશના કામ થઇ શકે.
મકર : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ શ્રમ રહે.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકુળતા રહે.
મીન : સીઝનલ વાયરલ બીમારીમાં સપડાઈ ન જાવ તેની તકેદારી રાખવી. સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. કામકાજમાં પ્રતિકૂળતા રહે.

  • અગ્નિદત્ત પદમનાભ