Astro

જન્માષ્ટમીએ દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! 4 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
વર્ષ 2026માં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર 4 સપ્ટેમ્બરે આવી રહ્યો છે. આ વખતે જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો જ દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં રોહિણી નક્ષત્ર, વૃષભનો ચંદ્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદભુત મિલન થશે. આ શુભ મહાસંયોગથી વૃષભ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને ધનલાભ અને સુખની પ્રાપ્તિ થશે, તેમજ તમામ સંકટો દૂર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીએ દ્વાપર યુગ જેવો દુર્લભ મહાસંયોગ! 4 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે

Krishna Janmashtami 2026: શ્રી કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આ વખતે 4 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ તિથિ ખૂબ જ દુર્લભ અને અલૌકિક જ્યોતિષીય સંયોગો સાથે આવી રહી છે. શાસ્ત્રો પ્રમાણે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિ, મધ્યરાત્રિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્રના શુભ લગ્નમાં થયો હતો. આ વર્ષે પણ જન્માષ્ટમી પર બરાબર એ જ ઐતિહાસિક અને દુર્લભ સંયોગ બની રહ્યો છે.

પંચાંગ પ્રમાણે આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં બિરાજમાન થશે અને રોહિણી નક્ષત્રની સાક્ષી રહેશે. આ સાથે જ આ પવિત્ર દિવસે 'સર્વાર્થ સિદ્ધિ યોગ' અને 'હર્ષણ યોગ'નો અતિ શુભ મહાસંયોગ પણ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષમાં સર્વાર્થ સિદ્ધિ યોગને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારો અને હર્ષણ યોગને જીવનમાં અપાર ખુશી અને પ્રસન્નતા લાવનારો માનવામાં આવ્યો છે. ભગવાન લડ્ડુ ગોપાલના જન્મોત્સવ પર બની રહેલા આ દુર્લભ યોગોના પ્રભાવથી 4 મુખ્ય રાશિના જાતકોના જીવનમાંથી તમામ સંકટો દૂર થશે અને ધન-વૈભવની પ્રાપ્તિ થશે. ચાલો જાણીએ કે આ દિવ્ય સંયોગથી કઈ રાશિઓને સૌથી વધુ ફાયદો મળશે.

વૃષભ રાશિ

જન્માષ્ટમી પર ચંદ્ર તમારી જ રાશિમાં ઉચ્ચના થઈને બિરાજમાન રહેશે. સાથે જ રોહિણી નક્ષત્રનો સંયોગ તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી.

લાભ: તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ અચાનક ગતિ પકડશે.

આર્થિક સ્થિતિ: ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયોના વખાણ થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે.

સિંહ રાશિ

સર્વાર્થ સિદ્ધિ અને હર્ષણ યોગનું નિર્માણ સિંહ રાશિના જાતકો માટે કરિયર અને બિઝનેસમાં નવા અયામો ખોલશે.

લાભ: જે લોકો નવી નોકરીની શોધમાં છે અથવા બિઝનેસનો વિસ્તાર કરવા માંગે છે, તેમને મોટી સફળતા મળશે.

માન-સન્માન: સમાજમાં તમારું કદ વધશે. પૈતૃક સંપત્તિ અથવા જૂના રોકાણથી મોટો આર્થિક લાભ થવાના પ્રબળ સંકેત છે.

વૃશ્ચિક રાશિ

વૃષભ રાશિમાં ચંદ્રની સ્થિતિ તમારી રાશિના સાતમા ભાવને સુશોભિત કરશે, જેનાથી દાંપત્ય અને પાર્ટનરશિપના કામોમાં જબરદસ્ત સફળતા મળશે.

લાભ: જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર બનશે અને તેમનો પૂરો સહયોગ મળશે.

બિઝનેસ: બિઝનેસમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે જે ભવિષ્યમાં મોટો ધન લાભ કરાવશે. અટકેલા પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો આ સંયોગ અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે.

લાભ: વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને કોઈ મોટા સમાચાર મળી શકે છે.

પારિવારિક સુખ: ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આવકના નવા સ્ત્રોત બનવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.

જન્માષ્ટમીની રાત્રે જરૂર કરો આ વિશેષ ઉપાય

  • મધ્યરાત્રિ 12:00 વાગ્યે કાન્હાના જન્મ સમયે તેમનો પંચામૃતથી અભિષેક કરો અને તેમને તુલસીના પાન સાથે માખણ-મિશ્રી અર્પણ કરો.
  • રોહિણી નક્ષત્ર અને વૃષભના ચંદ્રને અર્ધ્ય આપીને ॐ ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી સર્વાર્થ સિદ્ધિ યોગનું પૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.