Astro

સાવધાન! ઘરમાં આ રીતે જૂતાં-ચપ્પલ રાખવાની ભૂલ બનાવે છે કંગાળ, વાસ્તુદોષથી થઈ શકે છે મોટો ક્લેશ

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જૂતા-ચપ્પલ યોગ્ય રીતે ન રાખવાથી નકારાત્મક ઊર્જા આવે છે. આથી ઘરમાં કલહ અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. જૂતા-ચપ્પલ હંમેશા શૂ રેકમાં, દક્ષિણ-પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તૂટેલા જૂતા ફેંકી દેવા અને ઉંધા ચપ્પલ સીધા કરવા. મુખ્ય દરવાજા પર જૂતાનો ઢગલો ન કરવો, જેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન! ઘરમાં આ રીતે જૂતાં-ચપ્પલ રાખવાની ભૂલ બનાવે છે કંગાળ, વાસ્તુદોષથી થઈ શકે છે મોટો ક્લેશ
IMAGE - ENVATO

Vastu Tips for Shoes Placement: વાસ્તુશાસ્ત્ર એ સ્થાપત્ય અને ડિઝાઈનનું એવું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે, જે ઘરો, ઓફિસો કે અન્ય ઈમારતોમાં પ્રકૃતિના નિયમો અને બ્રહ્માંડીય ઊર્જા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાની એક ચોક્કસ જગ્યા હોય છે. પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં જૂતા-ચપ્પલ રાખવાની સાચી જગ્યાને લઈને લોકો જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે, જે ગંભીર વાસ્તુ દોષનું કારણ બને છે. જો ઘરમાં જૂતા-ચપ્પલ યોગ્ય રીતે ન રાખવામાં આવે તો નકારાત્મક ઊર્જા (નેગેટિવ એનર્જી) હાવી થવા લાગે છે, જેના કારણે ઘરમાં અંદરોઅંદર વાદ-વિવાદ અને સબંધો પર માઠી અસર પડે છે.

અસ્તવ્યસ્ત જૂતા-ચપ્પલથી આર્થિક સ્થિતિ અને શાંતિ પર અસર

જૂતા-ચપ્પલ એવી વસ્તુ છે જેનો ઉપયોગ ઘર અને બહાર બંને જગ્યાએ થાય છે. જો તેને ઘરમાં વ્યવસ્થિત રીતે ન રાખવામાં આવે તો વાસ્તુ દોષના કારણે ઘરની આર્થિક સ્થિતિ કથળી શકે છે અને પરિવારમાં કંકાસ વધી શકે છે. તેથી સૌથી પહેલા ઘરમાંથી એવા જૂતા-ચપ્પલ બહાર ફેંકી દેવા જોઈએ જે તૂટેલા કે પહેરવા લાયક ન હોય. આ ઉપરાંત જૂતા-ચપ્પલની સમયાંતરે સફાઈ કરતા રહેવું જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે.

શૂ રેક રાખવાની સાચી દિશા અને મહત્ત્વ

બહાર જવા-આવવા માટે વપરાતા જૂતા-ચપ્પલને શૂ રેકમાં જ રાખવા જોઈએ, જેથી બહારની ગંદકી ઘરમાં ન આવે. વાસ્તુ અનુસાર ઘરમાં શૂ રેક મૂકવા માટે સૌથી ઉત્તમ દિશા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા પશ્ચિમ માનવામાં આવે છે.

મુખ્ય દરવાજા પર જૂતા-ચપ્પલનો ઢગલો અને ઉંધા ચપ્પલ રાખવાથી બચો

ઘરના મુખ્ય દરવાજા પર કે ઘરની બહાર જૂતા-ચપ્પલનો ઢગલો કરવો વાસ્તુ મુજબ અત્યંત અશુભ માનવામાં આવે છે. દરવાજા પર ચપ્પલ રઝળતા રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ અને ક્લેશ વધે છે. આ સિવાય ઘરમાં જૂતા-ચપ્પલ ઉંધા પડ્યા હોય તો તેને તરત સીધા કરી દેવા જોઈએ, કારણ કે ઉંધા ચપ્પલ રાખવાથી ઘરમાં બીમારી, દુઃખ અને નકારાત્મકતા આવવાની શક્યતા વધી જાય છે.