Astro

આવતીકાલથી સૂર્યની બદલાશે ચાલ, 3 રાશિના જાતકો પર આવશે મોટી આફત!

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
17 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્યદેવ સિંહ રાશિ છોડી કન્યા રાશિમાં ગોચર કરશે. આ સૂર્ય સંક્રાંતિને કારણે સિંહ, કુંભ અને મીન રાશિના જાતકોએ એક મહિના સુધી સાવચેત રહેવું પડશે. સિંહ રાશિના જાતકોને વાણીમાં કડવાશ, કુંભ રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને ગુપ્ત શત્રુઓથી, જ્યારે મીન રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં તણાવ અને વેપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યદેવને અર્ઘ્ય અને દાન કરવાથી લાભ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલથી સૂર્યની બદલાશે ચાલ, 3 રાશિના જાતકો પર આવશે મોટી આફત!

Surya Gochar 2026: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને આત્મા, પિતા, માન-સન્માન, નેતૃત્વ ક્ષમતા અને આરોગ્યના કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય દેવ જ્યારે પણ પોતાની રાશિ બદલે છે, ત્યારે તેને 'સંક્રાંતિ' કહેવામાં આવે છે. આગામી 17 સપ્ટેમ્બર 2026ના રોજ સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમાંથી નીકળીને મિત્ર ગ્રહ બુધની રાશિ કન્યામાં ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોના જીવનમાં મોટા પરિવર્તન આવશે, પરંતુ કન્યા રાશિમાં અગાઉથી જ અન્ય ગ્રહોનો પ્રભાવ હોવાને કારણે 3 વિશેષ રાશિના જાતકોએ આગામી એક મહિના સુધી આર્થિક, કરિયર અને સ્વાસ્થ્ય બાબતે વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે.

સિંહ રાશિ

સૂર્ય સિંહ રાશિના સ્વામી છે અને તેઓ સિંહ રાશિમાંથી નીકળીને બીજા (ધન અને વાણી) ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચરને કારણે સિહ રાશિના જાતકોની વાણીમાં કટુતા કે અહંકારમાં વધારો થઈ શકે છે, જેનાથી પારિવારિક સંબંધોમાં ખટાસ આવી શકે છે. ધનની લેવડ-દેવડ કરતી વખતે અત્યંત સતર્કતા રાખવી. આ સમયગાળા દરમિયાન વણજોઈતું નાણાકીય જોખમ કે મોટું રોકાણ ટાળવું હિતાવહ છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત, તમારા ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું કેમ કે આંખો કે ગળાને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિથી સૂર્યનું આ ગોચર આઠમા (અષ્ટમ - સંકટ, અનિશ્ચિતતા અને ગુપ્ત શત્રુ) ભાવમાં થવાનું છે. જ્યોતિષમાં અષ્ટમ ભાવમાં સૂર્યનું ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પેટની તકલીફ, માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા ગુપ્ત શત્રુઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી. કોર્ટ-કચેરી કે સરકારી મામલાઓમાં પણ અડચણોનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ

સૂર્યનું આ ગોચર મીન રાશિથી સાતમા (દૈનિક જીવન અને ભાગીદારી) ભાવમાં થવા જઈ રહ્યું છે. સાતમા ભાવમાં સૂર્યનો પ્રભાવ દાંપત્ય જીવનમાં તણાવ અથવા ઈગો ક્લેશ (અહંકારનું ટકરાવ) વધારી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા જળવાઈ રહી શકે છે. જો તમે પાર્ટનરશિપમાં વેપાર કરો છો, તો ભાગીદાર સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. કોઈપણ નવો વેપારી કરાર અથવા સમજુતી કરતા પહેલા દસ્તાવેજોને સારી રીતે ચકાસી લેવા જરૂરી છે.

સૂર્ય ગોચરના અશુભ પ્રભાવથી બચવાના અચૂક ઉપાય

  • દરરોજ સવારે તાંબાના લોટામાં જળ, થોડું કંકુ અને લાલ ફૂલ નાખીને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ આપો અને 'ૐ સૂર્યાય નમ:'
    મંત્રનો જાપ કરો.
  • રવિવારના દિવસે વિશેષરૂપે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, જેનાથી કાર્યક્ષેત્રની બાધાઓ અને માન-સન્માન પર આવતું સંકટ ટળે છે.
  • તમારા પિતા અથવા પિતા સમાન વરિષ્ઠ વ્યક્તિઓનો આદર કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો.
  • રવિવારના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉં, તાંબું અથવા ગોળનું દાન કરવું ખૂબ જ શુભ ફળદાયી રહેશે.