કુંભ, મીન, ધન સહિત આ 6 રાશિના જાતકો પર 74 દિવસ સુધી રહેશે શનિની કુદૃષ્ટિ! જાણો બચવાના ઉપાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shani Vakri 2026: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ ન્યાયના દેવતા અને કર્મના દાતા શનિદેવ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાંથી મીન રાશિમાં વક્રી (ઉલ્ટી) ચાલ ચાલી રહી છે. શનિની આ વક્રી સ્થિતિ આગામી 74 દિવસ સુધી યથાવત રહેશે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષીઓના મતે, આ સમયગાળા દરમિયાન 6 વિશેષ રાશિના જાતકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.
વક્રી શનિની 6 રાશિઓ પર અસર અને સાવચેતી
સિંહ રાશિ
તમારી રાશિથી આઠમા ભાવમાં શનિ વક્રી છે. વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી, ઈજા થવાની કે અકસ્માતની સંભાવના છે. કોઈને પણ ઉધાર પૈસા ન આપવા અને જોખમી રોકાણથી દૂર રહેવું.
કન્યા રાશિ
શનિ સાતમા ભાવમાં વક્રી હોવાથી જીવનસાથી સાથે વૈચારિક મતભેદ કે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર્સ સાથે લેણ-દેણમાં પૂરી પારદર્શિતા રાખવી, વિશ્વાસઘાતના યોગ બની રહ્યા છે.
ધન રાશિ
શનિ ચોથા ભાવમાં ગોચર કરી રહ્યા છે. માતાજીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહી શકે છે અને કાર્યસ્થળ પર કામનું દબાણ અચાનક વધશે.
મકર રાશિ
શનિ ત્રીજા ભાવમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. નાના ભાઈ-બહેનો અથવા સહકર્મીઓ સાથે અણબનાવ થઈ શકે છે. વ્યર્થ યાત્રાઓમાં સમય અને નાણાંની બરબાદી ટાળવી.
કુંભ રાશિ
શનિ બીજા ભાવમાં વક્રી હોવાથી અંવાછિત અને અચાનક ખર્ચા તમારું બજેટ બગાડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું, કડવી વાતથી પરિવારમાં વિવાદ થઈ શકે છે.
મીન રાશિ
શનિ તમારી જ રાશિ (પ્રથમ ભાવ)માં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. અકારણ ડર, માનસિક ઉલઝન અને માથાનો દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. કોઈપણ મોટા નાણાકીય નિર્ણયને હાલ પૂરતો ટાળી દેવો.
શનિ દોષ નિવારણ અને ઉપાય
- દરરોજ અથવા મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો.
- શનિવારની સાંજે શમીના છોડ પાસે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો.
- શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનો ચહેરો જોઈને તે તેલનું દાન કરવું.
- દરરોજ 'ૐ શં શૈશ્ચરાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો.




