પ્રેમમાં પણ દિલ નહીં મગજ વાપરે છે આ યુવતીઓ: લાગણીમાં તણાયા વગર લે છે લાઈફ પાર્ટનરનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Radix 4 girls personality: અંકશાસ્ત્ર મુજબ, જે છોકરીઓનો જન્મ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તેમનો મૂલાંક 4 માનવામાં આવે છે. આ મૂલાંક ધરાવતી છોકરીઓનો સ્વભાવ અન્ય લોકો કરતા થોડો અલગ હોય છે. ખાસ કરીને પ્રેમ અને સંબંધોની બાબતમાં તેઓ ભાવનાઓમાં વહી જવાના બદલે હંમેશાં સમજી-વિચારીને નિર્ણય લેવાનું પસંદ કરે છે.
પ્રેમમાં લાગણીઓ કરતાં મગજનો કરે છે વધુ ઉપયોગ
મૂલાંક 4નો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે, જેને તર્ક અને અલગ રીતે વિચારનાર ગ્રહ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે આ મૂલાંકવાળી છોકરીઓ સંબંધોને લઈને ખૂબ જ ગંભીર અને વિચારશીલ હોય છે. તેઓ માત્ર લાગણીઓ પર ભરોસો કરવાના બદલે પાર્ટનર સાથેના ભવિષ્ય, ઈમાનદારી અને સંબંધમાં સ્થિરતા કેટલી છે તેની ચકાસણી કરે છે.
સંબંધોમાં ભરોસો મૂકવામાં લે છે સમય
આ યુવતીઓ દરેક વ્યક્તિ પર સરળતાથી ભરોસો કરતી નથી. શરૂઆતમાં તેઓ થોડી રિઝર્વ અને શાંત દેખાઈ શકે છે, પરંતુ સામેવાળાના વ્યવહારને બરાબર સમજ્યા પછી જ તેઓ આગળ વધે છે. એકવાર તેમને કોઈના પર પૂરો વિશ્વાસ બેસી જાય, પછી તેઓ તે સંબંધને સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવે છે.
મુશ્કેલ સમયમાં પાર્ટનર માટે બને છે મજબૂત સહારો
ભલે આ છોકરીઓ બહારથી થોડી સખત કે કેલ્ક્યુલેટિવ દેખાતી હોય, પરંતુ અંદરથી તેઓ પોતાના સ્વજનોની ખૂબ પરવા કરે છે. પાર્ટનરના મુશ્કેલ સમયમાં તેઓ ભાવુક થઈને બેસી જવાના બદલે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે અને હંમેશાં તેમની પડખે ઊભી રહે છે.
દિલની વાત સરળતાથી વ્યક્ત ન કરવાની આદત
મૂલાંક 4વાળી છોકરીઓ પોતાની ભાવનાઓ દરેકની સામે ખુલ્લી પાડી શકતી નથી. તેમને પોતાના દિલની વાત કહેવામાં થોડો સમય લાગે છે. ઘણીવાર તેઓ પ્રેમ હોવા છતાં તેને શબ્દોમાં કહેવા કરતાં પોતાના કામ અને વ્યવહાર દ્વારા વ્યક્ત કરે છે.




