Astro

મંગળનું સિંહ રાશિમાં ગોચર થતાં 5 રાશિઓ પર માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, ભારે ઉથલ-પાથલ મચશે

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
ગ્રહોના સેનાપતિ મંગળે 12 નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તે 9 માર્ચ સુધી રહેશે. સિંહ રાશિમાં ગુરુ અને કેતુ સાથે મંગળની યુતિ દેશ-દુનિયામાં અશાંતિ અને દુર્ઘટનાઓ સર્જી શકે છે. ભારતમાં રાજકીય ઉથલપાથલની શક્યતા છે. મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન રાશિ માટે શુભ સમય છે, જ્યારે અન્ય રાશિઓએ સ્વાસ્થ્ય અને કરિયરમાં સાવચેતી રાખવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંગળનું સિંહ રાશિમાં ગોચર થતાં 5 રાશિઓ પર માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, ભારે ઉથલ-પાથલ મચશે
IMAGE - ENVATO

Mangal Gochar 2026: ગ્રહોના સેનાપતિ મંગળે 12 નવેમ્બરે રાત્રે આશરે 8:30 વાગ્યે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તે 9 માર્ચ સુધી બિરાજમાન રહેશે. જોકે સિંહ રાશિમાં મંગળની સ્થિતિ ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ રાશિમાં પહેલેથી જ કેતુ અને ગુરુ સાથે મંગળની યુતિ બની રહી છે. મંગળ અને કેતુ બંને તીવ્ર અને આક્રમક સ્વભાવના ગ્રહો હોવાથી આ સમયગાળો અનેક પડકારો અને સમસ્યાઓ લઈને આવી શકે છે.

દેશ-દુનિયા પર મંગળ ગોચરની અસર

જ્યોતિષીય ગણતરી મુજબ, રાશિ પરિવર્તન સમયે મંગળ શનિને પણ પ્રભાવિત કરી રહ્યો છે અને સિંહ રાશિમાં મંગળ, ગુરુ તથા કેતુની યુતિ બની રહી છે. આ યુતિ વિશ્વભરમાં અશાંતિનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન ભયંકર દુર્ઘટનાઓ અને વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે. ખાસ કરીને ભારતમાં આંતરિક અશાંતિ અને રાજકીય મોરચે મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.

મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન રાશિ માટે શુભ સમય

મંગળનું આ ગોચર ખૂબ જ ઝડપથી પોતાની અસર બતાવશે. મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. તેમના લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને કરિયરમાં મોટી સફળતા મળશે. જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે. જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે અને નવું રોકાણ કરવા માટે પણ સમય ઉત્તમ છે, જોકે શુભચિંતકોની સલાહ લેવી હિતાવહ રહેશે.

આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને કરિયરમાં રાખવી પડશે સાવધાની

બીજી તરફ મેષ, કર્ક, સિંહ, ધન અને કુંભ રાશિના લોકો માટે મંગળનું આ ગોચર થોડું પ્રતિકૂળ રહી શકે છે. આ રાશિઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે, ઉપરાંત કરિયર અને વૈવાહિક જીવનમાં પણ તણાવ આવી શકે છે. તેવી જ રીતે વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોએ નોકરી અને વેપારમાં ખૂબ જ સાવચેતીથી કામ લેવું પડશે. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય થઈ શકે છે અને દુર્ઘટના, શસ્ત્રક્રિયા કે કોર્ટ-કચેરીના મામલાઓથી બચીને રહેવું જરૂરી છે.

પ્રતિકૂળ અસરથી બચવા માટેના સરળ ઉપાયો

જે રાશિઓ માટે મંગળનું ગોચર અનુકૂળ નથી, તેમણે દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત સવારે અને સાંજે એક-એક વખત 'સંકટમોચન હનુમાનાષ્ટક'નો પાઠ કરવો અત્યંત લાભદાયી રહેશે. શક્ય હોય તો નિયમિત રીતે ગોળનું દાન કરવું અને આ સમયગાળા દરમિયાન લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.