Astro

વાસ્તુ ટિપ્સ: ખરાબ નજરથી છૂટકારો મેળવવાના 4 ઉપાય, ખતમ થઈ જશે નેગેટિવ એનર્જી

By GS Team
23 Jan 20262 mins read
TukuTouch Logo
ઘણી વાર એવું થાય છે કે, ઘરમાં બહારથી બધું બરાબર દેખાય છે, પરંતુ અંદરથી સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. કારણ વગરનો ગુસ્સો, નાની-નાની બાબતો પર ઝઘડો થવો, વારંવાર બીમારી પડવું અથવા ખર્ચમાં અચાનક વધારો એ તમામ સંકેતો માનસિક તણાવને વધારી શકે છે. જ્યારે ઘરનો માહોલ સતત ભારે રહે છે, ત્યારે તેની સંબંધો અને કામ બંને પર અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી સ્થિતિ પાછળ ઘણી વાર નેગેટિવ એનર્જી અથવા ખરાબ નજરનો પ્રભાવ માનવામાં આવે છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા આખા પરિવારને પ્રભાવિત કરી શકે છે. કેટલાક સરળ અને પરંપરાગત ઉપાયો અપનાવીને ઘરમાં ફરીથી શાંતિ અને સકારાત્મકતા લાવી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાસ્તુ ટિપ્સ: ખરાબ નજરથી છૂટકારો મેળવવાના 4 ઉપાય, ખતમ થઈ જશે નેગેટિવ એનર્જી

Vastu Tips: ઘણી વાર એવું થાય છે કે, ઘરમાં બહારથી બધું બરાબર દેખાય છે, પરંતુ અંદરથી સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. કારણ વગરનો ગુસ્સો, નાની-નાની બાબતો પર ઝઘડો થવો, વારંવાર બીમારી પડવું અથવા ખર્ચમાં અચાનક વધારો એ તમામ સંકેતો માનસિક તણાવને વધારી શકે છે. જ્યારે ઘરનો માહોલ સતત ભારે રહે છે, ત્યારે તેની સંબંધો અને કામ બંને પર અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી સ્થિતિ પાછળ ઘણી વાર નેગેટિવ એનર્જી અથવા ખરાબ નજરનો પ્રભાવ માનવામાં આવે છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા આખા પરિવારને પ્રભાવિત કરી શકે છે.  કેટલાક સરળ અને પરંપરાગત ઉપાયો અપનાવીને ઘરમાં ફરીથી શાંતિ અને સકારાત્મકતા લાવી શકાય છે.

1. મુખ્ય દરવાજા પર રાખો સકારાત્મક ઊર્જા

વાસ્તુ પ્રમાણે ઘરના મુખ્ય દરવાજાને ઉર્જા પ્રવેશ માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે, તેને સ્વચ્છ અને શુભ બનાવી રાખવું જરૂરી છે. ખરાબ નજરથી બચવા માટે મુખ્ય દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક, ૐ અથવા કોઈપણ શુભ પ્રતીક બનાવવું લાભદાયી માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.

2. મીઠું અને ફટકડીથી નેગેટિવ એનર્જી દૂર કરો

મીઠું અને ફટકડીને વાસ્તુમાં નકારાત્મક ઉર્જાને શોષી લેનારું તત્વ માનવામાં આવ્યું છે. અઠવાડિયામાં બે વાર ઘરમાં પોતું મારવાના પાણીમાં સિંધવ મીઠું નાખીને સાફ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત બાથરૂમના કોઈ ખૂણામાં કાચના બાઉલમાં ફટકડી રાખવાથી ખરાબ નજરની અસર ઓછી થવાની માન્યતા છે. 

3. લીંબુ અને લીલા મરચાનો પારંપારિક ઉપાય

શનિવાર કે મંગળવારે મુખ્ય દરવાજા પર લીંબુ અને સાત લીલા મરચાં લટકાવવાની પરંપરા ખૂબ જૂની છે. એવી માન્યતા છે કે, આ ઉપાય નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમેટી લે છે. તેની અસર જાળવી રાખવા માટે દર અઠવાડિયે તેને બદલવું જરૂરી માનવામાં આવે છે.

4. કાળો દોરો અને મોર પીંછનું મહત્ત્તવ

મુખ્ય દરવાજાના હેન્ડલ પર કાળો દોરો બાંધવો એ પણ ખરાબ નજરથી બચવાનો એક સરળ ઉપાય માનવામાં આવે છે. બીજી તરફ લિવિંગ રૂમમાં અથવા દરવાજા પાસે ત્રણ મોર પીંછા લગાવવાથી ઘરનો માહોલ હળવો અને શાંત અનુભવાય છે.