Astro

આજે એક સાથે 4 શક્તિશાળી રાજયોગ! મેષ-મીન સહિત આ 5 રાશિના જાતકો થશે માલામાલ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ મુજબ, 2026માં દ્રિક પંચાંગ પ્રમાણે શશિ આદિત્ય રાજયોગ સહિત 4 દુર્લભ રાજયોગોની યુતિ બનશે. આ મહાસંયોગ સદીઓમાં એકવાર બને છે, જેની સીધી અસર 12 રાશિઓ પર પડશે. ખાસ કરીને મેષ, વૃષભ, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે આ દિવસ કરિયર, ધન, સુખ, સત્તા અને દેવામાંથી મુક્તિ અપાવી ભાગ્યને ઉજાગર કરનારો સાબિત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે એક સાથે 4 શક્તિશાળી રાજયોગ! મેષ-મીન સહિત આ 5 રાશિના જાતકો થશે માલામાલ

Shashi Aditya Rajyog 2026: દ્રિક પંચાગ પ્રમાણે આજનો દિવસ વૈદિક જ્યોતિષના ઈતિહાસમાં ખૂબ જ દુર્લભ અને કલ્યાણકારી અધ્યાય બનવા જઈ રહ્યો છે. પંચાંગ ગણતરીઓ પ્રમામે આ દિવસે આકાશગંગામાં એક અદ્ભુત ગ્રહોની યુતિ બની રહી છે, જે સદીઓમાં ફક્ત એક જ વાર જોવા મળે છે. હંસ રાજયોગ, શશિ આદિત્ય રાજયોગ, ગજકેસરી રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ, આ ચાર શક્તિશાળી રાજયોગોનું એક સાથે નિર્માણ થવું એ એક મહાસંયોગ છે. ગ્રહોની આ દુર્લભ સ્થિતિનો પ્રત્યક્ષ પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક વિશેષ રાશિઓ માટે આ દિવસ સૂતેલા ભાગ્યને જગાડનારો અને અપાર સફળતા, ધન અને પ્રતિષ્ઠા લાવનારો સાબિત થશે.

મેષ રાશિ: કરિયર અને ધનમાં ઉછાળો

ચારેય રાજયોગોની શુભ દૃષ્ટિથી તમારા માટે બિઝનેસ અને નોકરીમાં નવા રસ્તા ખુલશે. અચાનક ધન લાભ થશે. આર્થિક તંગી સંપૂર્ણપણે દૂર થશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે.

વૃષભ રાશિ: અકૂત સંપત્તિ અને સુખ

આર્થિક દ્રષ્ટિકોણથી તમે સૌથી ભાગ્યશાળી રહેશો. પૂર્વજોની સંપત્તિમાંથી મોટો લાભ, નવા રોકાણોમાંથી મોટો નફો અને ભૌતિક સુખ-સુવિધા (ઘર, કાર, વગેરે)માં વૃદ્ધિના મજબૂત યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ: રાજસત્તા અને નેતૃત્વ

બુધાદિત્ય અને શશિ આદિત્ય રાજયોગનો સૌથી સીધો અને શક્તિશાળી લાભ તમને મળશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે, તમને સરકારી અથવા વહીવટી કાર્યમાં મોટી સફળતા મળશે અને અચાનક તમારી પદ-પ્રતિષ્ઠામાં મોટો વધારો થશે.

ધન રાશિ: ભાગ્યોદય અને સફળતા

તમારી રાશિના સ્વામી ગુરુના પ્રભાવથી બનેલા હંસ અને ગજકેસરી રાજયોગ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. ભાગ્યનો 100% સાથ મળશે. કરિયરમાં મોટી છલાંગ, બાકી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાના અને અપાર ધન-લાભના પ્રબળ યોગ છે.

મીન રાશિ: માનસિક શાંતિ અને દેવામાંથી મુક્તિ

ગુરુની કૃપાથી હંસ અને ગજકેસરી યોગ તમારા જૂના દેવા અને માનસિક તણાવમાંથી સંપૂર્ણપણે મુક્તિ અપાવશે. આવકના નવા અને કાયમી સ્ત્રોત ઉભરી આવશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ જશે.