Gujarat

કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી બંને જિલ્લામાં લોકોએ યોગ કર્યા

By GS Team
22 Jun 20201 min read
This article was originally published on 22 Jun 2020
કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી બંને જિલ્લામાં લોકોએ યોગ કર્યા

મોડાસા,તા.21 જૂન, 2020, રવિવાર

૨૧ જુને રવિવારે વિશ્વભરમાં કોરોનાના કહેર વચ્ચે યોગ એટ હોમ,યોગ વીથ ફેમીલી થીમ ઉપર યોગદિન ની ઉજવણી કરાઈ હતી.વર્ષના સૌથી લાંબા દિવસે અને સુર્યગ્રહણના દિવસે જોગાનુજોગ હાથ ધરાયેલા આ યોગદિનની ઉજવણીમાં અરવલ્લી જિલ્લાના ૪૬૧૫૮ પરીવારોના ૧.૬૩ લાખ લોકો યોગમય બન્યા હતા.જયારે કોરોનાના સંક્રમણના ફફડાટ વચ્ચે આ વર્ષની ઉજવણીમાં દરેકે પોતાના ઘરે જ જરૂરી સોશીયલ ડિસ્ટન્સ રાખી યોગ કર્યા હતા.અને ફોટા-વીડીયો તંત્રના જણાવ્યા મુજબ હેશટેગ કરાયા હતા.

છેલ્લા છ વર્ષથી વિશ્વભરમાં ૨૧ જૂનના રોજ વિશ્વ યોગદિન ની ઉજવણી કરાય છે.જો કે દર વર્ષે આ ઉજવણીને લઈ સામુહિક રીતે યોગના કાર્યક્રમો  યોજાતા હોય છે.પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણના વ્યાપક ભય વચ્ચે યુનો ની ગાઈડ લાઈન મુજબ સામુહિક કાર્યક્રમ યોજવા ખતરારૂપ હોઈ ઘરે જ અનુકુળ જગા એ યોગ કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે જાણીતી ૨૧ જૂનના દિવસે આ વર્ષે રવિવાર અને એમાં પણ ખાસ સૂર્યગ્રહણ હતું.અમાસનો આ દિવસ ખાસ કરીને ગ્રહણ,યોગ દિન અને ફાધર ડે તરીકે જાણીતો બન્યો હતો. અરવલ્લી જિલ્લા કલેકટર, પોલીસવડા,ડીડીઓ સહિતના અધિકારીઓકર્મચારીઓ, શાળા પરિવારસબજેલના કેદીઓ,સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ,પાલિકા,પંચાયત,મહેસૂલ વિભાગના કર્મીઓ,સહકારી સંસ્થાના હોદ્દેદારો સહિત બાળકો,મંદિરમાં ભક્તો,ગાયત્રી પરિવારના સાધકો સૌ કોઈ ઘરે યોગમય બન્યા હતા.જિલ્લામાં ૪૬૧૫૮ પરિવાર ના ૧,૬૩,૮૫૫ લોકો દ્વારા યોગ કરાયો હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું હતું.