Get The App

જંત્રાલકંપા ગામની સીમમાં કાર અને પીકઅપ ડાલુ અથડાતાં એકનું મોત

- બાયડ - દહેગામ રોડ ઉપર

- ડાલુ લઇને બાપુપુરાથી બેટાવાળા ગામે ડી જે સાઉન્ડ વગાડવાના પ્રોગ્રામમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
જંત્રાલકંપા ગામની સીમમાં કાર અને પીકઅપ ડાલુ અથડાતાં એકનું મોત 1 - image

બાયડ,તા. 1

બાયડ-દહેગામ હાઈવે રોડ ઉપર જંત્રાલ કંપા ગામની સીમમાં પીકઅપ ડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જતા એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

હર્ષદભાઈ બાલાભાઈ સોલંકી ફરીયાદ અનુસાર તા.૩૧-૧૨-૨૦૨૧ ના સુમારે બેટાવાળા ગામે ડી.જે.સાઉન્ડ વગાડવા માટેના પ્રોગ્રામ હોવાથી પીક અપ ગાડી લઈ બાપુપુરાથી સાઉન્ડ ભરી સાંજના સુમારે બેટાવાળા ગામે જવા માટે નિકળ્યા હતા ત્યારે પીકઅપ ડાલામાં આગળના કેબીનમા વિજયભાઈ ફતેસિંહ ઝાલા રહે.ઈશ્વરપુરા, તથા રોહિત, ઝલ્પાબેન, જનકબેન તથા પીક અપ ડાલાના ડ્રાઈવર મહેશભાઈ બેઠેલા હતા પાછળના ભાગે ડાલામાં બીજા અનેક માણસો બેઠેલા હતા ત્યારે જીતપુર ચોકડી પસાર કરી બાયડ તરફના રોડેથી નિકળતા હતા તે દરમિયાન સાંજના સુમારે જંત્રાલકંપા ગામની સીમમાં રોડ ઉપરથી નીકળતા હતા તે વખતે ડાલાના વાહનને ઓવરટેક કરી સામ-સામે ગાડી ટકરાઈ ગઈ હતી.

જેમાં બેઠેલા વિજયભાઈ ફતેસિંહ ઝાલા ઘટના સ્થળે મોત નિપજયું હતું. તથા અન્ય બેઠેલા પીક અપ ડાલામાં બેઠેલા મુસાફરો શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે વાત્રક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આંબલીયારા પોલીસે હર્ષદભાઈ બાલાભાઈ સોલંકી (રહે.મહાદેવપુરા, તા.ધનસુરા)  ફરીયાદ  નોંધી મહેશભાઈ જવાનભાઈ ઝાલા, ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.