Amreli

અમરેલીના પીપળલગ ગામે તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓના મોત

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલી : અમરેલી તાલુકાના પીપળલગ ગામે રહેતા બે સગા ભાઈઓ ઘરે કોઈને પણ કહ્યા વગર નજીકના તળાવમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન, તળાવમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંને માસૂમ બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં છે. તહેવાર ટાણે બનેલી દુર્ઘટનાથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના પીપળલગ ગામે તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓના મોત

અમરેલી : અમરેલી તાલુકાના પીપળલગ ગામે રહેતા બે સગા ભાઈઓ ઘરે કોઈને પણ કહ્યા વગર નજીકના તળાવમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન, તળાવમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંને માસૂમ બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં છે. તહેવાર ટાણે બનેલી દુર્ઘટનાથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકાના પીપળલગ ગામે રહેતા દિનેશભાઇ ઉર્ફે કાળુભાઇ ભાસ્કર તથા તેમના પત્ની ગઇ કાલે મજૂરી કામે ગયા હતા.અને પાછળથી તેમના બે પુત્રો ૧૨ વર્ષીય સંજય ભાસ્કર અને ૧૦ વર્ષીય પ્રિન્સ ભાસ્કર ઘરેથી કહ્યા વગર નજીક આવેલા તળાવે ન્હાવા ગયા હતા. હતા. સમય વીતવા છતાં બાળકો પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેઓ તળાવમાં ડૂબી ગયા હોવાની આશંકા જાગતા સ્થાનિક લોકો દ્વારા તુરંત જ તંત્રને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતા જોતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ અને ફાયર બ્રગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ફાયર બ્ર્રિગેડ ટીમ દ્વારા તળાવમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ટીમે બંને સગા ભાઈઓના નિષ્પ્રાણ દેહ પાણીમાંથી શોધી કાઢયા હતા.બાળકોના મૃતદેહને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. દિનેશભાઇ ઉર્ફે કાળુભાઇ ભાસ્કરને ૩ પુત્રો અને એક પુત્રી છે તેમાં બે પુત્રોના અચાનક ડૂબી જવાથી થયેલા આકસ્મિક મૃત્યુના કારણે પરિવાર ઉપર આભ તૂટી પડયું છે.આજે છઠ્ઠના તહેવારના દિવસે પીપળલગ ગામે બંને ભાઈઓની અંતિમયાત્રા નીકળતા ગામમાં ઘેરા શોકનું મોજું છવાઈ ગયું હતું.