Amreli

બાબરાના ખંભાળામાં SMCના દરોડા: 8.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ અને 3 ફરાર

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
અમરેલીના બાબરા તાલુકાના ખંભાળા ગામે SMC ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. ગ્રાસલેન્ડ વિસ્તારના વોટર સંપ બિલ્ડિંગ પાસેથી રૂ. 19,51,700નો મુદ્દામાલ, 3,013 બોટલો અને 3 વાહનો જપ્ત કરાયા છે. પોલીસે રવિરાજ ખાચર અને રઘુવીર ખાચરને ઝડપી પાડ્યા છે, જ્યારે લાલા ગરાણિયા, મૌલિક તેરૈયા અને દેશુરભાઈ ગઢવી ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાબરાના ખંભાળામાં SMCના દરોડા: 8.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ અને 3 ફરાર

Amreli Crime News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખંભાળાના ગ્રાસલેન્ડ વિસ્તારમાં આવેલા વોટર સંપ બિલ્ડિંગ ખાતે પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસ બે શખસો સહિત કુલ 19,51,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વિદેશી દારૂની 3,013 બોટલો મળી આવી

મળતી માહિતી મુજબ, SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે ખંભાળા વોટર સંપ બિલ્ડિંગ પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,013 બોટલો (કિંમત રૂ. 8,44,507) તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા 3 વાહનો સહિત કુલ રૂ. 19.51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓ રવિરાજ ખાચર અને રઘુવીર ખાચરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ લાલા ગરાણિયા, મૌલિક તેરૈયા અને દેશુરભાઈ ગઢવી ફરાર થઈ જતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.