Amreli

અમરેલીના ધારી, ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, જૂનાગઢ-ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટાં

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં 30 સપ્ટેમ્બરે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી ગીર, બગસરા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો. ધારીના ચલાલા, ગોપાલગ્રામ, દહીડા, આંબરડી, સરસિયા, ગોવિંદપુર, વીરપુર સહિતના ગામોમાં વરસાદથી ગરમીમાં રાહત મળી. સરસિયાની નદીમાં નવા નીર આવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના ધારી, ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, જૂનાગઢ-ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટાં

Saurashtra Amreli Rain News: ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં બુધવારે(30 સપ્ટેમ્બર) ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના ધારી ગીર, બગસરા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે.

Gujarat Samachar - 2026-09-30T221237.856.jpg

અમરેલીના અનેક તાલુકામાં વરસાદ

અમરેલીના ધારી ગીરના ગામોમાં આજે બપોર બાદ વાતાવરણ પલટાતા વરસાદ વરસ્યો થયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધારીના અનેક ગામડાઓમાં વરસાદ થયો. જેમાં ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારો બાદ ધારીના ચલાલા પંથકના ગામડાઓમાં વરસાદ નોંધાયો. ચલાલા, ગોપાલગ્રામ, દહીડા, આંબરડી, ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર, વીરપુર, ગઢિયા, જીરા હીરાવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો.

Gujarat Samachar - 2026-09-30T221301.488.jpg

સારો એવો વરસાદ પડતાં ધારીના સરસિયા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે ધારી બાદ ખાંભા અને બગસરાના ગ્રામ્ય પંથકમાં સમઢીયાળા, લુઘીયા, જાંજરીયા સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં ભારે બફારાબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.