Amreli

VIDEO: અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ, વીડિયો વાઈરલ થતાં વન વિભાગ એક્શનમાં

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
અમરેલીના રાજુલા શહેરમાં મોડી રાત્રે દીપડો જોવા મળતા ફફડાટ ફેલાયો હતો. સન્યાસ આશ્રમ મંદિરમાં દીપડો ઘૂસતા સ્થાનિકો ભયભીત બન્યા હતા. વનવિભાગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ, 24 જુલાઈના રોજ રાજુલાના ધુડીયા આગરીયા ગામમાં 3 સિંહો શિકારની શોધમાં ઘૂસ્યાના CCTV ફૂટેજ વાઈરલ થયા છે, જેમાં સિંહો પશુનો પીછો કરતા દેખાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ, વીડિયો વાઈરલ થતાં વન વિભાગ એક્શનમાં

Amreli News: અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સિંહ, દીપડાના આંટાફેરાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં હોય છે, ત્યારે અમરેલીના રાજુલા શહેરમાં દીપડો જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ, શિકારની શોધમાં રાજુલાના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો પ્રવેશ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ

અમરેલીના રાજુલા શહેરના આગરીયા જકાત નાકા વિસ્તારમાં ગત મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હતો. જેમાં સન્યાસ આશ્રમ ખાતે મંદિરમાં દીપડો આવી પહોંચ્યો હતો. માનવ વસાહતમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો. દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજુલા વનવિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO| વલસાડ: ઉમરગામમાં ધસમસતા પૂર વચ્ચે ત્રણ યુવાનોએ બાળકીનો જીવ બચાવ્યો, દિલધડક સાહસનો વીડિયો વાઈરલ

બીજી તરફ, રાજુલાના ધુડીયા આગરીયા ગામમાં સિંહોના આંટાફેરાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ધુડીયા આગરીયા ગામે 3 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા. જેમાં 3 સિંહોએ પશુ પાછળ શિકાર કરવા માટે દોટ મૂકતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે. આ ઘટના ગત 24 જુલાઈ છે. 2 દિવસ પહેલાના સિંહના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.