VIDEO| વલસાડ: ઉમરગામમાં ધસમસતા પૂર વચ્ચે ત્રણ યુવાનોએ બાળકીનો જીવ બચાવ્યો, દિલધડક સાહસનો વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Umargam Flood Girl Rescue Video Viral: કુદરતના કોપ સામે જ્યારે માનવી અસહાય બની જાય છે, ત્યારે માનવતા અને સાહસની એક જયોત પ્રગટી આફતને હરાવી દે છે. વલસાડના ઉમરગામના ટીંભી ગામે ધોડાપુરમાં ફસાયેલા માસૂમ અને પરિવારની કિકિયારી વચ્ચે સ્થાનિક માછીમારોએ પાણીમાં ઝંપલાવી બાળકીને બચાવી લીધી હતી. ત્રણ દિવસ બાદ મોબાઇલ નેટવર્ક ચાલું થતા જ સાહસ અને માનવતા દ્રશ્યો બહાર આવ્યા છે. માછીમારોએ બાળકી સહિત અનેક લોકોને મોતના મુખમાંથી બહાર કાઢતા તેઓની માનવતા અને સાહસને ચોમેરેથી બિરદાવવામાં આવી રહી છે.
ઉમરગામમાં પૂરના ધમસમતા પ્રવાહમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 22-23 જુલાઈના રોજ સર્જાયેલી જળહોનારતે સમગ્ર તાલુકામાં તબાહી મચાવી દીધી હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા હતા. ત્યારે ટીંભી ગામે માછીવાડમાં કમર સુધી પાણી ભરાતા અનેક પરિવારો ફસાયા હતા. મોબાઇલ નેટવર્ક અને વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. વહીવટી તંત્ર કે રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક માછીમારો અને ખલાસીઓએ પરંપરાગત સૂઝબુઝ અને અનુભવના આધારે પાણીમાં ઝંપલાવી ફસાયેલા લોકોને બહાર કાઢવા કવાયત આદરી હતી. તે વેળા એક માસૂમ બાળકી તણાતા પરિવારની ભારે ચીસો અને કિકિયારી વચ્ચે ખલાસીઓ પાણીમાં કૂદી ભારે જહેમત બાદ બાળકીને બચાવી દીધી હતી. આ સાથે અનેક લોકોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા. આ દ્રશ્યો ભલભલા પથ્થર દિલના માનવીને પણ હચમચાવી મૂકે તેવા હતા.
ત્રણ દિવસ બાદ મોબાઇલ નેટવર્ક ચાલું થયા બાદ માનવતા અને સહાસના વીડિયો સામે આવતા લોકોમાં કંપારી છૂટી ગઇ હતી. અત્રે નોંધનીય છે કે, રાજકીય નેતાઓ પરિસ્થિતિ થાળે પડ્યા બાદ ફોટા પડાવી વાહવાહ લૂંટતા સમયાંતરે નજરે પડે છે. પરંતુ ટીંભીના માછીવાડના આ કિસ્સાએ સાબિત કર્યુ છે કે, રીઅલ હીરો આ સામાન્ય માછીમારો અને ખલાસીઓ જ છે. ગામલોકોએ જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવનારા શૂરવીરોને સાહસ અને બહાદુરી પુરસ્કાર સાથે સન્માનિત કરવા માગ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: બગોદરા-સનાથલ હાઈવે શરૂ કરાયો, નિયત ગતિમર્યાદામાં વાહન ચલાવવા અપીલ
પૂરના જોરદાર પ્રવાહમાં કરાયેલા બાળકીના દિલધડક રેસ્ક્યૂનો વીડિયો વાઈરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સ યુવાનોની પ્રસંશા કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, સ્થાનિક યુવાનોએ પૂરના ખતરનાક પ્રવાહ વચ્ચે બહાદુરીથી બાળકીનો જીવ બચાવ્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂના દ્રશ્યો ઉમરગામમાં આવેલા વિનાશક પૂરની ગંભીરતા દર્શાવે છે.
વલસાડમાં જળબંબાકાર, 3125 લોકોનું રેસ્ક્યૂ
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેમાં વલસાડ, નવસારીમાં પૂરની સ્થિતિ જનજીવન અસ્તવ્યસ્ત થયું. વલસાડ જિલ્લામાં જળબંબાકાર વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એક મહિનાની અંદરમાં 21,028થી વધુ લોકોનું સ્થળાંતર અને 3125 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.









