Amreli

અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો, આરોપી સામે POCSOનો ગુનો દાખલ

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલીના જાફરાબાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવાયો. સીમ વિસ્તારમાં અલ્પેશ વાઘેલાએ સગીરાનું શોષણ કરતાં તે ગર્ભવતી બની. બાદમાં ગુપ્ત રીતે ગર્ભપાત કરાવી, જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ પોલીસે BNS અને POCSO હેઠળ ગુનો નોંધી આરોપી અલ્પેશને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો, આરોપી સામે POCSOનો ગુનો દાખલ

Jafrabad, POCSO Case: અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધડપકડ માટે સઘન તપાસ શરૂ કરી છે.

સગીરાને જાનથી મારી નાખવાની ધમકી

મળતી માહિતી અનુસાર, જાફરાબાદના સીમમાં આવેલા વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. સગીરાના પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અલ્પેશ વાઘેલાએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. ત્યારબાદ મામલો દબાવી દેવા ગુપ્ત રીતે સગીરાનો ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જો આ અંગે કોઈને પણ જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી.

BNS અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સગીરાનું નિવેદન લેવા અને વૈદ્યકીય તપાસ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે. આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી અલ્પેશ વાઘેલાને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.