Amreli

અમરેલી: ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં 7મી ઘટના

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લીલીયાના અંટાળીયા નજીક ત્રણ યુવકો સિંહ દર્શન કરવા જંગલમાં ઘૂસ્યા હતા. મેંટિંગ પિરિયડમાં ખલેલ પડતાં સિંહે સોહિલ રફીકભાઈ નામના યુવક પર હુમલો કર્યો, જેમાં તેનું મોત થયું. વન વિભાગે અન્ય બે યુવકોને દબોચી લીધા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં ફરી ચાર પગનો આંતક જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં 7મી ઘટના

Amreli News: અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આંતક આવ્યો સામે છે. જેમાં લીલીયાના અંટાળીયા નજીક જંગલના વીડી વિસ્તારમાં ત્રણ યુવકો ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન સિંહે યુવક પર હુમલો કર્યો હતો. જેમાં સિંહ હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકોને વન વિભાગની ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે વન વિભાગની ટીમ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો

અમરેલીમાં લીલીયાના અંટાળીયા નજીક જંગલના વીડી વિસ્તારમાં ત્રણ યુવકો ઘૂસ્યા હતા. જેમાં સિંહ બેલડીના મેંટિંગ પીરિયડમાં ખલેલ પહોંચતા સિંહે યુવકો પર હુમલો કર્યો હોવાનું જણાય છે. આ ઘટનામાં સોહિલ રફીકભાઈ નામના યુવકને સિંહે ફાડી ખાધો છે.

સિંહ હુમલાની ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના કર્મચારીઓએ અન્ય બે યુવકને દબોચી લીધા છે. વન વિભાગે મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Gujarat Samachar - 2026-07-08T233916.833.jpg

યુવકે શું કહ્યું?

સિંહ હુમલાની ઘટનાને લઈને યુવકે જણાવ્યું કે-

'મારું નામ યશરાજ સિંહ છે. હું, સોહિલભાઈ અને રેહાનભાઈ PhonePe કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દુકાને દેવાનું છે. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલીયામાં અમે ચાર સ્પીકર કરી અને લુવારીયાની નવી વિઝીટ બાદ ત્યાં નાખવાની વાત હતી. આમ, ચાર સ્પીકર થઈ ગયા હતા. એટલે અમે લીલીયાથી નીકળીને લુવારીયા જતા હતા. જેમાં રસ્તો ભૂલા પડ્યા. આ દરમિયાન સોહિલભાઈ લઘુશંકા કરવા ગયા, એ અરસામાં લપાઈ ગયેલા નરે એની માથે હુમલો કર્યો. આમ, અચાનક સિંહના હુમલામાં સોહિલભાઈનું ડેથ થયું છે. આ બનાવ કોઈ ત્યાં હાજર નહોતું. હુમલા વખતે જનાવરનો અવાજ સંભળાતા ચાર ફોરેસ્ટર આવ્યા હતા. હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલી રહી છે.'

સવા મહિનામાં સિંહ હુમલાની સાતમી ઘટના

પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલીમાં સવા મહિનામાં સિંહ હુમલાની અલગ-અલગ 7 ઘટનાઓમાં 5 વ્યક્તિનો મોત થયા છે. જેમાં બગસરાનું ઘંટીયાળ, સાવરકુંડલાનું જૂનાસાવર, રાજુલાનું કોવાયા, ખાંભાનું ચતુરી બાદ લીલીયાના વીડી વિસ્તારમાં સિંહ હુમલામાં મોત નીપજ્યા થયા છે. જ્યારે અન્ય બે સિંહ હુમલાની ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં રાજુલાના વડ અને સાવરકુંડલાના ઠવી ગામે સિંહ હુમલામાં માનવ ઇજાઓ થઈ હતી.