અમરેલી: ખાંભામાં ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, PMમાં મલ્ટી ઓર્ગન ફેલિયર જણાયું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khambha Leopard Death Amreli: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બી.પી.એલ.ના ઢોરો વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી આજે(10 ઓક્ટોબર) સવારે દીપડાનો મૃતદેહ મળી આવતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખાંભામાં ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો
ખેડૂત મગનભાઈ નાનજીભાઈ પરમારે આજે શનિવારે સવારે અંદાજે 9 વાગ્યે પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને કરી હતી. આ પછી વન વિભાગના RFO, ફોરેસ્ટર, અન્ય વનકર્મીઓ તથા વેટરનરી ડૉક્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી હતી. તેમજ આસપાસના સમગ્ર વિસ્તારનું સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પર દીપડાના પગલાના નિશાન પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ દીપડાના મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ખાંભા ફોરેસ્ટ કોલોની ખાતે આવેલા પી.એમ. રૂમમાં ખસેડવામાં આવ્યો હતો.
PMમાં મલ્ટી ઓર્ગન ફેલિયર જણાયું!
ખાંભા ફોરેસ્ટ કોલોનીના પી.એમ. રૂમ ખાતે મદદનીશ વન સંરક્ષકની હાજરીમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન દીપડાનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલિયર થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. મૃત દીપડાની અંદાજિત ઉંમર 6થી 8 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના અંગે વન વિભાગ દ્વારા જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




