Amreli

અમરેલીના જાફરાબાદમાં બે દિવસથી ગુમ યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
અમરેલીના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામેથી 2 દિવસથી ગુમ 20 વર્ષીય યુવક ગોવિંદ બાંભણિયાનો મૃતદેહ ગામના તળાવમાંથી તરતો મળી આવતા ચકચાર મચી છે. પરિવારે શોધખોળ કરી હતી, પણ પત્તો નહોતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કે આત્મહત્યા, તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના જાફરાબાદમાં બે દિવસથી ગુમ યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે બે દિવસથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકનો મૃતદેહ ગામના તળાવમાંથી તરતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કડિયાળી ગામે રહેતો ગોવિંદ બાંભણિયા નામનો યુવક બે દિવસથી પોતાના ઘરેથી અગમ્ય કારણોસર ગુમ હતો. પરિવારે તેની શોધખોળ હાથ ધરી હોવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નહોતો.

જાફરાબાદમાં બે દિવસથી ગુમ યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો

તેવામાં આજે(26 સપ્ટેમ્બર) કડિયાળી ગામના તળાવમાં યુવકનો મૃતદેહ તરતો હોવાનું નજરે પડતાં ગ્રામજનોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તળાવમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ બે દિવસથી ગુમ ગોવિંદ બાંભણિયા તરીકે થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં જ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. યુવકે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ તે અંગેનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ધરી છે.