રાંદલના દડવા ગામના પ્રોઢને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવનારા ચાર જેલહવાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી : સૌરાષ્ટ્ર ,ગુજરાતમાં મહિલાનો ઉપયોગ કરી લોકોને હનીટ્રેપમાં ફસાવી અને અપહરણ કરી રોકડ રકમની ખંડણી ઉઘરાવતી ગેંગનો લાઠી પોલીસે પર્દાફાશ કર્યો છે. વડોદરાના પોલીસ સ્ટેશનના હનીટ્રેપના ગુના સહિત વિવિધ શહેરોમાં અનેક ગુના આચરનાર ચારેય આરોપીઓને લાઠી પોલીસે ભાવનગર અને અમદાવાદના સરખેજથી દબોચી જેલ હવાલે કરી દીધા છે.
આશરે એક માસ પહેલા વડીયા તાલુકાના રાદલનું દડવા ગામના વિઠ્ઠલભાઈ ટાઢાણી દીકરીની તબિયત પૂછવા મોટરસાઈકલ લઈને દામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠીના ભવાની સર્કલ પાસે એક મહિલાએ તેમની પાસે લિફ્ટ માગી હતી. બાદમાં ભુરખિયા નજીક અન્ય સાગરિતો કાર લઈને પહોંચી ગયા હતા અને વિઠ્ઠલભાઈનું અપહરણ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી કુલ ૨.૫૦ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આરોપીઓએ વિઠ્ઠલભાઈના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે ૫૮ હજાર રૂપિયા પણ બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ ભાવનગર અને અમદાવાદ પોલીસની મદદથી સઘન તપાસ હાથ ધરી ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુભાઈ લાઠીયા, નિલેશ અશોકભાઈ ગૌસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટીયા અને હેતલબેન નામની મહિલા સહિત ચારેય આરોપીઓને ઝડપી રોકડ રકમ ૫૮,૦૦૦ તથા ચાર મોબાઈલ ફોન મળી કુલ ે રૂ. ૯૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ વિવિધ મહિલાની મદદથી પુરૂષોને મોહજાળમાં ફસાવીને અલગ-અલગ જિલ્લાઓમાં આ પ્રકારે ગુનાઓને અંજામ આપતી હતી. ઘનશ્યામ લાઠીયા સામે તારાપુર, સુરત, અમદાવાદ, વડોદરા અને બગદાણા સહિતે૭ ગુના, નિલેશ અશોકભાઈ ગૌસ્વામી વિરુદ્ધ સુરત અને વડોદરા સહિત ૪ ગુના, રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટીયા વિરુદ્ધ સુરત અને વડોદરા સહિત ૪ જેટલા ગુના નોંધાયેલા છે.









