Amreli

એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમાં બે બાળકો સહિત પાંચ મોત

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલી : અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર એક જ પરિવારના ચાર સભ્યો ઉપરાંત એસ.ટી. બસના ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ લોકોની જિંદગી છીનવી લેનાર ગોજારા અકસ્માતને પગલે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામનો સોલંકી પરિવાર બાઈક પર સાવરકુંડલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સાવરકુંડલાથી અમરેલી તરફ આવી રહેલી એસટી બસ સાથે બાઈકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એસટી બસ રસ્તા પરથી ખાડામાં ઉતરી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર ગોગનભાઈ બટુકભાઈ સોલંકી (ઉં.વ. ૩૭), પત્ની હીરલબેન ગોગનભાઈ સોલંકી (ઉં.વ. ૩૫), પુત્રી ધૃતિ ગોગનભાઈ સોલંકી (ઉં.વ. ૬) અને પુત્ર નીતિન ગોગનભાઈ સોલંકી (ઉં.વ. ૪)ના મોત નીપજ્યાં હતાં. જેમાં પિતા અને બંને સંતાનોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની હીરલબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ દિલુભાઈ વાળાનું પણ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. આમ, આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોનાં મોત થવા ઉપરાંત બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમાં બે બાળકો સહિત પાંચ મોત

અમરેલી : અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર એક જ પરિવારના ચાર સભ્યો ઉપરાંત એસ.ટી. બસના ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ લોકોની જિંદગી છીનવી લેનાર ગોજારા અકસ્માતને પગલે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામનો સોલંકી પરિવાર બાઈક પર સાવરકુંડલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સાવરકુંડલાથી અમરેલી તરફ આવી રહેલી એસટી બસ સાથે બાઈકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એસટી બસ રસ્તા પરથી ખાડામાં ઉતરી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર ગોગનભાઈ બટુકભાઈ સોલંકી (ઉં.વ. ૩૭), પત્ની હીરલબેન ગોગનભાઈ સોલંકી (ઉં.વ. ૩૫), પુત્રી ધૃતિ ગોગનભાઈ સોલંકી (ઉં.વ. ૬) અને પુત્ર નીતિન ગોગનભાઈ સોલંકી (ઉં.વ. ૪)ના મોત નીપજ્યાં હતાં. જેમાં પિતા અને બંને સંતાનોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની હીરલબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ દિલુભાઈ વાળાનું પણ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. આમ, આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોનાં મોત થવા ઉપરાંત બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ દોડી આવ્યા હતા. એક જ પરિવારના માતા-પિતા અને બે માસૂમ બાળકોના મોતથી દેવભૂમિ દેવળિયા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સોલંકી પરિવારનો માળો વિખેરાઈ જતાં સમગ્ર પંથકમાં હૃદયદ્રાવક માહોલ સર્જાયો છે. અમરેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.