Amreli
પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
By GS Team
29 Sep 20261 min read
રાજુલાના પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનમાં 28 વર્ષીય જુનાગઢના જવાન કોટડીયા ધામક શાંતિલાલે મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. આ ઘટનાથી કોસ્ટગાર્ડ પરિસરમાં શોક વ્યાપી ગયો છે. પીપાવાવ મરીન પોલીસે આપઘાતનું કારણ જાણવા સહકર્મીઓની પૂછપરછ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાને કોસ્ટગાર્ડ સ્ટેશનના મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આઘાતજનક ઘટનાથી પરિસરમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય જવાન કોટડીયા ધામક શાંતિલાલ (મૂળ રહે. જૂનાગઢ) દ્વારા કોઈ અગમ્ય કારણોસર મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવના પગલે કોસ્ટગાર્ડ પરિસરમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું.
જવાને કયા કારણોસર પગલું ભર્યું તે અંગ ે પીપાવાવ મરીન પોલીસ દ્વારા જવાનની સાથે ફરજ બજાવતા કોસ્ટગાર્ડના કર્મચારીઓેની પૂછપરછ હાથ ધરી છે.