VIDEO| અમરેલી: જીરા ગામે કૂવામાં ડૂબી જવાથી સિંહનું મોત, રાત્રિના અંધકારમાં પડી જતાં ઘટી દુર્ઘટના, વન વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asiatic Lion Dies Falling Into Well Amreli: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામની સીમમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ગત 19 નવેમ્બર, 2026ના રોજ જીરા ગામની સીમમાં આવેલા અશોકભાઈ પરશોતમભાઈ બાંભરોલીયાના ખેતરમાં આવેલા પેરાપેટવાળા કૂવામાં રાત્રિના અંધકાર દરમિયાન એક નર સિંહ પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.
જીરા ગામે કૂવામાં ડૂબી જવાથી સિંહનું મોત
બનાવ અંગે જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવામાંથી સિંહના મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
રાત્રિના અંધકારમાં પડી જતાં ઘટી દુર્ઘટના
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ દરમિયાન સિંહનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાના કારણે થયું હોવાનું જણાય છે. મૃત સિંહ નર જાતિનો અને અંદાજે 2થી 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ દલખાણિયા રેન્જના કરમદડી રાઉન્ડ હેઠળના હીરાવા બીટ વિસ્તારમાં બન્યો હતો. 19 નવેમ્બરના રોજ પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.




