VIDEO: પૈસાની લેતીદેતીમાં કુકાવાવ રણમેદાન બન્યું, એક જ જ્ઞાતિના જૂથો વચ્ચે ધોકા-લાકડીઓ ઊછળી, 16 લોકો સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Kukavav Group Clash Video: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે ગઈકાલે બપોરે પૈસાની લેતીદેતીના મામલે હિંસક જૂથ અથડામણ સર્જાઈ હતી. થોડા સમયથી ચાલી આવતી આ અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથો અચાનક ગામના મુખ્ય માર્ગો પર જાહેરમાં આમનેસામને આવી ગયા હતા. જોતજોતામાં મામલો એટલો વકર્યો હતો કે બંને પક્ષે ધોકા અને લાકડીઓ વડે સામસામે સરેઆમ મારામારી શરૂ થઈ ગઈ હતી.
જૂથ અથડામણનો વીડિયો વાઈરલ
ધોળા દિવસે થયેલી આ જૂથ અથડામણને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે.
16 આરોપીઓ સામે ફરિયાદ
આ ઘટના અંગે ભરત ઉર્ફે કાંબલી ઘાધલ દ્વારા વડિયા પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે 16 જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વડિયા પોલીસે તમામ 16 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેર શાંતિના ભંગને પગલે સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતા જોવા મળી છે. પોલીસે બનાવ સ્થળે પહોંચીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લીધી હતી તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.




