Amreli

અમરેલી: વડીયામાં પોલીસે કારમાંથી 1.83 લાખનો દારૂ ઝડપી પાડ્યો, એક ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
અમરેલી LCB પોલીસે વડિયા વિસ્તારમાં ફિલ્મી ઢબે પીછો કરીને દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. કુંકાવાવ રેલવે ફાટક નજીકથી કારને આંતરી 1.83 લાખની 346 બોટલ વિદેશી દારૂ સાથે સાગર થળેચા ઝડપાયો. પોલીસે કુલ 4.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુખ્ય આરોપી રવિરાજ વાળા ફરાર થતા પોલીસે તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: વડીયામાં પોલીસે કારમાંથી 1.83 લાખનો દારૂ ઝડપી પાડ્યો, એક ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

Amreli Liquor Seizure: અમરેલી જિલ્લા એલસીબી (LCB) પોલીસે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટો સપાટો બોલાવીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુંકાવાવ રેલવે ફાટક નજીકથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને 1.83 લાખ રૂપિયાની કિંમતની 346 બોટલ વિદેશી દારૂ સાથે એક શખસની અટકાયત કરી હતી. જ્યારે મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ફિલ્મી ઢબે પીછો કરી કાર રોકી

મળતી માહિતી અનુસાર, અમરેલી LCBની ટીમ વડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન બાતમીના આધારે કુંકાવાવ રેલવે ફાટક નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. કારચાલકે વાહન ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી લીધી હતી. કારમાંથી સાગર થળેચાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે કારમાં તપાસ કરતા 1,83 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 346 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો,કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 4,93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂના નેટવર્ક અંગે પૂછપરછ કરતાં મુખ્ય આરોપી રવિરાજ વાળાનું નામ સામે આવ્યું હતું, જે હાલ પોલીસ પકડથી દૂર છે. વડીયા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર રવિરાજ વાળાને ઝડપી પાડવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.