Amreli

અમરેલી: રાજુલા એસટી બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરૂ ઝડપાયો, સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
અમરેલીના રાજુલા બસ સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી ખિસ્સાકાતરતો યુસુફ પરમાર નામનો ચોર ઝડપાયો છે. રાજુલા પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં કોડીનારના આ શખ્સને દબોચી લીધો. તે ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોને નિશાન બનાવતો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના ₹3500 રોકડા પણ રિકવર કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: રાજુલા એસટી બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરૂ ઝડપાયો,  સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ

Amreli News: અમરેલીના રાજુલા એસટી બસ સ્ટેશનમાંથી મુસાફરોની નજર ચૂકવીને ખિસ્સા કાતરતા એક ચોરને રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલો આરોપી બસ સ્ટેશન પર બસ આવતી વખતે મુસાફરોની ચડવા-ઉતરવાની ભીડનો ગેરલાભ ઉઠાવતો હતો. તે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ભોળા લોકોને પોતાના ટાર્ગેટ બનાવતો હતો અને નજર ચૂકવીને ક્ષણવારમાં ખિસ્સા સાફ કરી નાખતો હતો. આ શાતિર ચોરીની સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા છે.

વીડિયોના આધારે આરોપી ઝડપાયો

બસ સ્ટેશન પર મુસાફરનું ખિસ્સું કતરાયાની ઘટના સામે આવતા જ રાજુલા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે બસ સ્ટેશન અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા શંકાસ્પદ શખસ કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો હતો. ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કોડીનારના રહેવાસી યુસુફ પરમાર નામના શખસને ઝડપી લીધો હતો.

પોલીસે પકડાયેલા આરોપી યુસુફ પરમાર પાસેથી ચોરી કરેલી 3500 રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે. રાજુલા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.