Amreli

અમરેલી: જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ, લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું કરાયું રેસ્ક્યૂ

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
અમરેલીમાં મેઘમહેર વચ્ચે લાઠીની ગાગડિયા નદીમાં 1 વૃદ્ધ ફસાયા હતા. બેંકની ચોપડી લેવા પાણીમાં ઉતરતા વૃદ્ધ ફસાયા હતા. સ્થાનિક તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ કરી તેમનો જીવ બચાવ્યો. જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ, લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું કરાયું રેસ્ક્યૂ

Amreli Heavy Rain: રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ છે. અમરેલીના જાફરાબાદ, લાઠી સહિતના તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. બીજી તરફ, ચોમાસાની સિઝનમાં લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધને તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે, ત્યારે જાફરાબાદ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના મિતિયાળા, વાંઢ, બાબરકોટ સહિત ગામોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

લાઠીની ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું કરાયું રેસ્ક્યૂ

લાઠીમાં સેતાપાટી નજીક આવેલી ગાગડિયા નદીના પુલ પાસેથી એક વદ્ધ ફસાયા હતા. નદીના પાણીમાં વદ્ધ ફસાયાની જાણ થતાં પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં તંત્ર દ્વારા વદ્ધનું નદીમાંથી સફળ રેસ્ક્યૂ કરીને જીવ બચાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ: સુરત, વલસાડમાં ટીમો તહેનાત

પ્રાથમિક માહિતી મુજબ, વૃદ્ધ નદી કાંઠે ઉભા હતા. આ દરમિયાન તેમની બેંકની ચોપડી પાણીમાં પડી જતાં વૃદ્ધ નદીમાં ઉતર્યા હતા. તેવામાં વૃદ્ધ નદીમાં ફસાયા હોવાનું જણાય છે. જો કે, તાત્કાલિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાતાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી.