Amreli

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં, બાબરા અને શહેરામાં મેઘમહેર, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદનો માહોલ છે. આજે 17 સપ્ટેમ્બરે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ, અમરેલીના બાબરા અને પંચમહાલના શહેરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં, બાબરા અને શહેરામાં મેઘમહેર, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 17 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં અમરેલી, પંચમહાલ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમીધારે વરસાદ પડ્યો છે. બે દિવસના વિરામ બાદ બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો.

અમરેલીના બાબરામાં મેઘમહેરથી ખેડૂતો હરખાયા

અમરેલીના રાજુલા, સાવરકુંડલા, ધારી સહિતના વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ મેઘરાજા મહેરબાન થયા બાદ હવે બાબરા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે. જેમાં બાબરા શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી છે. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં હરખ છવાયો છે અને વધુ વરસાદની આશા વર્તાઈ રહી છે.

Gujarat Samachar - 2026-09-17T174040.291.jpg

પંચમહાલના શહેરામાં બે દિવસ બાદ વરસાદ

બીજી તરફ, પંચમહાલના શહેરામાં બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સક્રિય થયો છે. જેમાં શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાં અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને રાહત મળી હતી. આમ, ફરી વરસાદ વરસતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.

Gujarat Samachar - 2026-09-17T174009.571.jpg

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે.

image.png