Amreli

અમરેલી: પીપાવાવ પોર્ટમાં 23 વર્ષ અગાઉ છેતરપિંડી આચરી નામ બદલીને રહેતો શખસ મોરબીથી ઝડપાયો

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
અમરેલીના પીપાવાવ પોર્ટમાં 2003માં સિક્યોરિટી કંપનીના કર્મચારીઓના પગારના 96 હજાર રૂપિયા ઓળવી ફરાર થયેલો શખસ 23 વર્ષ બાદ ઝડપાયો છે. રાજુલા પોલીસે પ્રકાશ બદાણી નામના આરોપીને મોરબીથી ઝડપી પાડ્યો છે, જે ત્યાં પ્રકાશ શાહ નામ બદલીને રહેતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી 10 હજારના ઇનામી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: પીપાવાવ પોર્ટમાં 23 વર્ષ અગાઉ છેતરપિંડી આચરી નામ બદલીને રહેતો શખસ મોરબીથી ઝડપાયો

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા પીપાવાવ પોર્ટમાં વર્ષ 2003માં સિક્યોરિટી કંપનીના કર્મચારીઓના પગારના નાણાં ઓળવી જઈને ફરાર થઈ ગયેલો શખસને 23 વર્ષ બાદ રાજુલા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવીને મોરબી ખાતે પ્રકાશ શાહ નામ બદલીને રહેતો હતો, જેને પોલીસે હ્યુમન સોર્સની મદદથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

96 હજારની છેતરપિંડી આચરીને થયો હતો ફરાર

મળતી માહિતી અનુસાર, વર્ષ 2003માં પીપાવાવ પોર્ટ ખાતેની સિક્યોરિટી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો પ્રકાશ બદાણી નામના શખસે અન્ય સિક્યોરિટી કર્મચારીઓના 96 હજાર રૂપિયા જેટલો પગાર ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી અને ત્યાર બાદ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. આ ગુના સંદર્ભે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, પરંતુ આરોપી સતત પોતાની ઓળખ બદલીને પોલીસને ચકમો આપી રહ્યો હતો.

10 હજારનું ઈનામ અને 23 વર્ષે સફળતા

દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજુલા DySP નયના ગોરડીયાએ આ કેસ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'લાંબા સમયથી નાસતા-ફરતા આ આરોપીને ઝડપી પાડવા માટે 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમે ગૂગલ સર્ચ, મોર્ડન ટેકનોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સ (બાતમીદારો)નો સચોટ ઉપયોગ કરીને આરોપીનું લોકેશન મોરબી ખાતે શોધી કાઢ્યો હતો.'