Amreli

અમરેલી: રાજુલાના જૂની કાતર ગામેથી લોકોએ આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો!

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલી SOG ટીમે રાજુલાના જૂની કાતર ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. સંજય મોર નામનો આ શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર ગેરકાયદે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસે સ્થળ પરથી ₹37,437ની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. બોગસ ડોક્ટર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે રાજુલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: રાજુલાના જૂની કાતર ગામેથી લોકોએ આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો!

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની કાતર ગામે કોઈપણ પ્રકારની સરકારી માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડૉક્ટરને અમરેલી એસ.ઓ.જી. (SOG) ટીમે ઝડપી પાડ્યો છે.

કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી એલોપેથિક દવાઓ મળી

મળતી માહિતી મુજબ, જૂની કાતર ગામે સંજય મોર નામનો શખસ યોગ્ય તબીબી ડિગ્રી વગર જ એલોપેથિક દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતો હોવાની બાતમી મળતા એસ.ઓ.જી. ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે સ્થળ પરથી 37,437 રૂપિયાની કિંમતનો એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધન સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે.

ગેરકાયદે રીતે ક્લિનિક ચલાવી લોકોના જીવન સાથે રમત રમતા પકડાયેલા બોગસ ડૉક્ટર સામે ગુનો નોંધી, વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે તેને રાજુલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.