Amreli

VIDEO| અમરેલી: આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઈક દોડાવનારા કોણ? જાણો પજવણીના દાવાની હકીકત

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી ટાણે અમરેલીના ધારી સફારી પાર્કમાંથી એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં કેટલાક શખસો બાઈક દોડાવી સિંહની પાછળ જતા જોવા મળે છે. જોકે, આ શખસો વન વિભાગના ટ્રેકરો હતા. 'સિમ્બા' નામનો સિંહ ભૂલથી અન્ય સિંહના વિસ્તારમાં ઘૂસી જતાં, તેને બચાવવા વનકર્મીઓએ જીવના જોખમે બાઈક વડે સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમરેલી: આંબરડી સફારી પાર્કમાં સિંહ પાછળ બાઈક દોડાવનારા કોણ? જાણો પજવણીના દાવાની હકીકત

Ambardi Safari Park Lion Viral Video Truth: દિવાળી ટાણે અમરેલીના ધારી સફારી પાર્કમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં કેટલાક શખસો બાઈક દોડાવીને સિંહની પાછળ જતા જોવા મળે છે. પહેલી નજરે આ વીડિયો જોઈને તમને થશે કે, વન્યજીવ પર કયા શખસો અત્યાચાર કરી રહ્યા છે? પરંતુ આ વાઈરલ વીડિયો પાછળનું સત્ય કંઈક અલગ જ છે. વીડિયો અંગે ધારી-ગીર પૂર્વ ACFએ ખુલાસો કર્યો છે

સિંહની પાછળ બાઈક દોડાવવાનો વીડિયો વાઈરલ

આંબરડી સફારી પાર્કમાં સિંહની પાછળ બાઈક દોડાવવાનો વીડિયો વાઈરલ થયો હતો. ખરેખર, આ વીડિયોમાં દેખાતા શખસો કોઈ શિકારી કે શોખીન નહીં, પણ વન વિભાગના ટ્રેકરો હોવાનું જણાય છે.

સિંહને બચાવવા માટે આ જીવસટોસટનો ખેલ રચાયો!

'સિમ્બા' ભૂલથી બીજા સિંહના વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને અંદરોઅંદર ખૂની જંગ એટલે કે ઈનફાઈટ ન થાય, એટલા માટે વનકર્મીઓએ જીવના જોખમે બાઈક વડે સિંહને રોકીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો હતો. આમ, 'સિમ્બા' નામના સિંહને બચાવવા માટે આ જીવસટોસટનો ખેલ રચાયો હતો.

ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું?

ધારી-ગીર પૂર્વના ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું કે, "સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો સિંહની બાજુમાં બાઈક ચલાવી રહ્યા છે. પરંતુ હકીકત એવી છે કે અત્યારે દિવાળીના સિઝનમાં આંબરડી સફારી પાર્કમાં લોકોની ખૂબ જ ભીડ જોવા મળે છે. એ ભીડને લીધે સાંજે જ્યારે સફારીનો ટાઈમ પૂર્ણ થાય ત્યારે સિંહ એમના રહેઠાણ વિસ્તાર તરફ જતા હોય છે અને કાલે એવું બનેલું કે રહેઠાણની જગ્યાએ બીજી સાઈડમાં જતા હતા એટલે સ્ટાફ દ્વારા સિંહને રોકીને તેની ટેરિટરી તરફ વારવામાં આવ્યો હતો. આમ, સિંહની કોઈ રંજાડ કે હેરાનગતિ કરવામાં આવી ન હોવાવું માલૂમ પડે છે. તેમજ આ બાબતે વધારે તપાસ માટે સ્ટાફને કારણદર્શક નોટિસ આપી અને એમની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે."