ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, વહેલી સવારથી 5 તાલુકામાં મેઘમહેર શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather News : ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. તેની વચ્ચે હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરતા આગામી ત્રણ કલાકમાં 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
5 તાલુકામાં મેઘમહેર
આજના હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર વહેલી સવારથી બે કલાકમાં ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના 5 તાલુકામાં મેઘમહેર શરૂ થઈ ચૂકી છે. જેમાં સૌથી વલસાડના ઉમરગામમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે નવસારીના ચીખલીમાં પણ અડધો ઈંચ વરસાદ થવા આવ્યો છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગુજરાત હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર આગામી 10 થી 1 વાગ્યા સુધીના ત્રણ કલાકના ગાળા માટે ગીર સોમનાથ, ભાવગનર, અમરેલી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.










