Ahmedabad

VIDEO: દારૂ પર ગીત મુદ્દે અમદાવાદના કોન્સર્ટમાં દિલજીત ભડક્યો, વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજે કોન્સર્ટ દરમિયાન તેના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે 'કોલ્ડપ્લે' બેન્ડનું ઉદાહરણ આપીને દેશમાં ચાલતા 'બેવડા માપદંડ' પર સવાલ ઉઠાવ્યા હતા. દિલજીતે કહ્યું કે, વિદેશી કલાકાર "I'm feeling drunk and high" ગાય ત્યારે કોઈને વાંધો નથી, પણ હું ગાય તો સમસ્યા થાય છે. તેણે પોતાની ભારતીય ઓળખ પર ભાર મૂકી, વિરોધીઓની ટીકાનો જવાબ આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દારૂ પર ગીત મુદ્દે અમદાવાદના કોન્સર્ટમાં દિલજીત ભડક્યો, વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ

Diljit Dosanjh Double Standards Statement : પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ જ્યાં પણ થાય છે, ત્યાં એક અલગ જ માહોલ ઊભો થઈ જાય છે. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયેલો લેટેસ્ટ શો માત્ર સંગીત પૂરતો નહોતો, પરંતુ તેના વિરોધીઓ માટે એક ડાયરેક્ટ જવાબ આપવાનો મંચ સાબિત થયો છે.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભારે ભીડ સામે દિલજીતે પોતાનાં સપનાં પૂરાં થવાની ખુશી વ્યક્ત કરી અને તેના ગીતો તથા કોન્સર્ટનો વિરોધ કરતા લોકોને બરાબર જવાબ પણ આપ્યો છે. દિલજીતે પોતાના અંદાજમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડપ્લે'નું ઉદાહરણ આપતાં જ દેશમાં ચાલતા 'બેવડા માપદંડ' પર સીધો સવાલ ઉઠાવ્યો અને વિરોધીઓને એક ખાસ સંદેશ પણ આપ્યો.

કોલ્ડપ્લેનું ઉદાહરણ આપીને ઉઠાવ્યા સવાલ

અમદાવાદના મોદી સ્ટેડિયમમાંથી પંજાબી સિંગરે તેના શો વિરુદ્ધ થતી ફરિયાદો પર ખૂલીને વાત કરી. તેણે ગત વર્ષે આ જ સ્ટેડિયમમાં થયેલા બ્રિટિશ બેન્ડ 'કોલ્ડપ્લે'ના કોન્સર્ટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે કોલ્ડપ્લે અહીં આવીને ગાય છે, "I'm feeling drunk and high", તો કોઈને કંઈ સમસ્યા નથી. દિલજીતે કહ્યું કે તેને પોતાને કોલ્ડપ્લેનું આ સંગીત પસંદ છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે વિદેશી કલાકાર આવીને આવું ગીત ગાય છે તો કોઈને કંઈ સમસ્યા નથી, પરંતુ જેવો દિલજીત ગાય છે તો લોકોને પરેશાની થાય છે. તેણે મંચ પરથી ડાયરેક્ટ સવાલ કર્યો કે આ 'ડબલ સ્ટાન્ડર્ડ' કેમ?

વિરોધીઓની આલોચનાઓ પર કટાક્ષ (તંજ) કરતા દિલજીતે પોતાની ભારતીય ઓળખને પણ ખૂબ જ મજબૂતીથી દર્શાવી. તેણે કહ્યું, લોકો તેને એવી રીતે જુએ છે કે જાણે તે બહાર ક્યાંકથી આવ્યો હોય, જ્યારે તેનો જન્મ અહીં (ભારતમાં) જ થયો છે, તે કોઈ 'હોનોલૂલુ'માં નથી જન્મ્યો. દિલજીતે પોતાની સાથે સ્ટેજ પર હાજર તમામ સંગીતકારો તરફ ઈશારો કરતા જણાવ્યું કે આ બધા જ અહીં જન્મેલા ભારતીય છે અને તેમની સાથે તે આખી દુનિયા ફરીને ભારતીય અને પંજાબી સંગીત ફેલાવે છે.