અમદાવાદ: વાડજ રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ધસી પડી, દટાયેલા શ્રમિકને બચાવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાયો હતો.
વાડજ રામાપીરના ટેકરા પાસે ડ્રેનેજ કામ દરમિયાન ભેખડ ધસી પડી
ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દટાયેલા શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ મહેનત કરીને શ્રમિકને ભેખડમાંથી બહાર કાઢ્યો હતો.

દટાયેલા શ્રમિકને બચાવાયો
પ્રાથમિક માહિતી મુજબ, ઘટના સેક્ટર-2 રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બની હોવાનું જણાય છે. શ્રમિકને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે શું કહ્યું?
આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'આજે(23 ઓગસ્ટ) બપોર પછી આ ઘટના ઘટી હતી. આ ઘટના કેવી રીતે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી કોઈની જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.'









