Ahmedabad

ભક્તિ સાથે સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદ રથયાત્રાના 22 કિમી રૂટ પરથી 42 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થઈ. 22 કિલોમીટરના રૂટ પર લાખો ભક્તો જોડાયા હતા. AMCએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે મળીને 42 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કર્યો. 1000થી વધુ સફાઈ કર્મચારીઓ અને 101 ટ્રકો દ્વારા તાત્કાલિક સફાઈ કરાઈ. 'સ્વચ્છતા' થીમના ટેબ્લો અને 4 રંગના મેસ્કોટે જાગૃતિ ફેલાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તિ સાથે સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદ રથયાત્રાના 22 કિમી રૂટ પરથી 42 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

AMC Solid Waste Management Rath Yatra Route: અમદાવાદ શહેરમાં 16મી જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થઈ. આ ભવ્ય રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં 22 કિલોમીટર લાંબા રૂટ પર ફરી હતી, જેમાં લાખો ભક્તો જોડાયા હતા. સામાન્ય રીતે આવા વિશાળ જનમેદનીવાળા ધાર્મિક મહોત્સવોમાં પુષ્કળ કચરો એકઠો થવાની સંભાવના રહે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સહયોગથી આ વર્ષે રથયાત્રાના માર્ગ પરથી એકત્ર થયેલા 42 મેટ્રિક ટન કચરાનો ત્વરિત અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

સ્વચ્છતા અભિયાનનું માળખું અને કામગીરી

  • રૂટનું વિભાજન: સમગ્ર 22 કિમીના રથયાત્રા રૂટને 4 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો હતો.
  • સ્પેશિયલ આયોજન અને સ્ટાફ: આ રૂટો પર 7 ઝોનના અધિકારીઓને સીધી જવાબદારી સોંપીને 1000થી વધુ સફાઈ કર્મચારીઓ અને 40થી વધુ ઉચ્ચ અધિકારીઓ (વર્ગ-1/2/3) ની વિશેષ ટીમ તૈનાત કરાઈ હતી.
  • ત્વરિત સફાઈ અને પ્રોસેસિંગ: રથયાત્રા પસાર થતાંની સાથે જ રસ્તાઓની સફાઈ અને કચરો વીણવાની કામગીરી તુરંત હાથ ધરાઈ હતી. એકઠા થયેલા ફૂલો, પ્લાસ્ટિક, નિર્માલ્ય અને અન્ય કચરાને સેગ્રીગેટ (અલગ) કરીને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ પ્લાન્ટ પર મોકલવામાં આવ્યો હતો.
  • સેનિટેશન વાહનોની વ્યવસ્થા: કચરો એકત્ર કરવા માટે કાફલામાં સામેલ 101 ટ્રકોને ખાસ થેલીઓ વહેંચવામાં આવી હતી. આ ઉપરાંત, રૂટ પર 25 ડોર-ટુ-ડોર વાહનો, 08 ઇ-રીક્ષા, 06 કોમ્પેક્ટર, 08 બંધ બોડીના કલેક્શન વાહનો, 05 મિસ્ટ કેનોન મશીનો અને 06 સ્વીપર મશીનો દ્વારા મિકેનાઇઝડ સફાઈ કરવામાં આવી હતી.
  • 24 કલાક સેનિટેશન: રથયાત્રાના માર્ગ પર આવતા 30 જેટલા જાહેર શૌચાલયોની 10 ન્યૂસન્સ ટેંકરો દ્વારા રાઉન્ડ ધી ક્લોક (24 કલાક) સફાઈ કરવામાં આવી હતી.
  • જંતુનાશક છંટકાવ: રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફર્યા બાદ તમામ ભોજનશાળાઓ અને રસોડાવાળી જગ્યાઓને ફિનાઈલના પાણીથી ધોઈને જંતુનાશક પાવડરનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો, જે કામગીરી ત્રણેય રથ મંદિર પરત ફર્યા ત્યાં સુધી સતત ચાલુ રહી હતી. આ ઉપરાંત પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનની અન્ય રથયાત્રાઓમાં પણ આ જ પ્રકારે ત્વરિત સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

'મેસ્કોટ' અને ટેબ્લો દ્વારા લોકજાગૃતિ

આ વર્ષે રથયાત્રામાં 'સ્વચ્છતા' થીમ પર આધારિત ટેબ્લો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

  • ટેબ્લો દ્વારા વૈજ્ઞાનિક રીતે કચરાના વર્ગીકરણ (Waste Segregation) અંગે અગત્યની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.
  • કચરાના યોગ્ય વર્ગીકરણ માટે ચાર અલગ-અલગ રંગના ડસ્ટબિન દર્શાવતા ખાસ 'મેસ્કોટ' (Mascot) તૈયાર કરાયા હતા. આ મેસ્કોટ દ્વારા ચાર શ્રેણીઓમાં કચરો અલગ કરવાની પદ્ધતિને ખૂબ જ સરળ અને આકર્ષક રીતે સમજાવી બલ્ક વેસ્ટ જનરેટર્સને સ્વચ્છતા નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનને ઉપસ્થિત જનમેદની દ્વારા વિશેષ પ્રતિસાદ મળ્યો હતો.